પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી


સર○ — તમે કાલે ઉત્તર વિભાગના કમિશનરને આ સંબંધમાં મળવા એમને બંગલે ગયા હતા ?

દાદા○ — હાજી.

સર○ — ત્યારે કાઉન્સિલરોનાં ઘર બાળવાની તેમણે તમને સલાહ આપી હતી એ ખરું ને ?

જવાબમાં દાદાસાહેબે બનેલી બધી હકીકત કહી અને કેવી રીતે કમિશનરે એ સલાહ આપી હતી તે સ્પષ્ટ કર્યું. અને વધુમાં ઉમેર્યું કે એ સલાહનો શબ્દાર્થ લેવાને બદલે તે એક આલંકારિક ભાષા હતી એમ સમજવું જોઈએ. આમ દાદાસાહેબની મુલાકાત પૂરી થઈ.

મ્યુનિસિપાલિટીમાં બનતી તમામ હકીકતથી મિ. પ્રૅટ વાકેફ રહેતા. એટલે આ મુલાકાતની બાતમી પણ તેને મળી જ હશે. તેને માટે તો મૅકાસેને ટકાવવાનો અને તેની લાયકાત પુરવાર કરવાનો આ અણીનો પ્રસંગ હતો. એટલે એણે મુંબઈ સરકારમાં લખાણ કરી સરકારના કન્સલ્ટિંગ એન્જિનિયર મિ. ડાયર અમદાવાદ આવી પાણીની સ્થિતિ તપાસી જાય એવું ગોઠવ્યું. આઠ દિવસમાં આ કન્સલ્ટિંગ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને મ્યુનિસિપલ એન્જિનિયરને મળી શહેરનાં જુદાં જુદાં સ્થળો જોવાનો કાર્યક્રમ ગોઠવ્યો. સૅનિટરી કમિટીના ચેરમેન તરીકે સાથે ફરવા સરદારને નોતરવામાં આવ્યા. આ બાબત મિ. પ્રૅટને કાંઈ લેવાદેવા ન ગણાય અને આ મંડળ શહેરમાં જગ્યાઓ જોવા ફરે તેમાં તેમણે હાજર રહેવાનું પણ ન હોય, છતાં એ પણ મંડળમાં સામેલ થયા. ઊંચામાં ઊંચી જગ્યા ઢાળની પોળ એટલે પ્રથમ ત્યાં ગયા. શું થઈ શકે એવું છે ? પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ ? વગેરે ચર્ચા ચાલી. કાંઈક સૂચના કરવાના હેતુથી સરદાર બોલ્યા : “The best way to meet the situation to my mind is — પરિસ્થિતિને પહોંચી વળવાનો ઉત્તમ ઉપાય મને એ લાગે છે કે …”

સરદારને વાક્ય પૂરું પણ ન કરવા દેતાં અંદરથી ધુંધવાતા મિ. પ્રૅટ કકળી ઊઠ્યા : “The best way, Mr. Patel, is for your committee to co-operate with the Municipal Engineer, and not to — મિ. પટેલ, ઉત્તમ ઉપાય તે તમારી કમિટીએ મ્યુનિસિપલ એન્જિનિયર સાથે સહકાર કરવો એ છે અને …”

સરદાર આ અમલદારની આવી તોછડાઈ સાંખી લેવા તૈયાર નહોતા એટલે એને વાક્ય પૂરું કરવા દીધા વિના તેમણે ગર્જના કરી: “The best way is to dispense with the services of this incompetent fellow ( pointing at Mr. Maccassay who was