પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧

"એટલે આશા રાખું છું કે તમે આ વસ્તુ ઠાકોરસાહેબ આગળ મૂકશો અને વિના વિલંબે આ સૂચનાઓનો અમલ કરવાનું તેમને સમજાવશો.”

એક તરફથી દરબાર વીરાવાળા સરદાર સાથે ઉપર પ્રમાણે મસલત ચલાવી રહ્યા હતા, ત્યારે બીજી તરફથી તેઓએ એક નવો જ ઘાટ ઘડવા માંડ્યો હતો. તા. ર૫-૮-'૩૮ના રોજ એમણે ઠાકોરસાહેબ પાસે રેસિડેન્ટ મિ. ગિબ્સન ઉપર કાગળ લખાવ્યો હતો કે,

“મારા દીવાન દરબાર વીરાવાળાની તબિયત એક વર્ષ થચાં સારી રહેતી નથી અને કેટલાક અસંતોષીઓએ પોતાના સ્વાર્થ સાધવા માટે રાજ્યમાં ખોટી ચળવળ ઊભી કરી છે. અહીં એજન્સીનું મથક હોવાથી ચળવળને માટે તેમણે મારું રાજ્ય પસંદ કર્યું છે. આવે વખતે અહીં બાહોશ અને અનુભવી અંગ્રેજ દીવાન હોય તો તેઓ આ ચળવળને દાબી દઈ શકશે. મારા ધ્યાનમાં સર પેટ્રિક કૅડલ આવે છે. તેઓ અત્યારે નિવૃત્ત થઈને વિલાયત ગયેલા છે, પણ હું તેમને માસિક રૂ. ૨૫૦૦નો પગાર આપીને શરૂઆતમાં છ મહિના માટે અને જરૂર પડે તો એક વર્ષ માટે રોકી લેવા તૈયાર છું. મેં તેમને તાર કરીને પુછાવ્યું છે અને તેમણે આવવા ખુશી જણાવી છે. એટલે તેમની નિમણૂકને આપ મંજૂરી આપશો અને નામદાર વાઈસરૉય સાહેબની મંજૂરી પણ મેળવી આપશો. આવતા મહિનાની પાંચમી તારીખે કૉંગ્રેસવાળા રાજકોટમાં સભા કરવાના છે. તે પહેલાં મંજૂરી આવી જાય તો સારું.”

સર પેટ્રિક કેડલને બેલાવવાની મંજૂરી તા. ૩૦મી ઓગસ્ટે આવી ગઈ. પણ પાંચમી સપ્ટેમ્બર પહેલાં કેંડલ સાહેબ રાજકેટ આવી શક્યા નહીંં. બારમી સપ્ટેમ્બરે તેઓએ આવીને દીવાનનો ચાર્જ સંભાળી લીધો. દરબાર વીરાવાળા હાકેારસાહેબના ખાનગી સલાહકાર બન્યા. પાછળ રહી લાકડાં લડાવવાનું તો તેમણે ચાલુ જ રાખ્યું.

આ નવા દીવાન બ્રિટિશ હિંદમાં નોકરી કર્યા પછી વિલાયત જતા પહેલાં ઘણાં વર્ષ જૂનાગઢના દીવાન રહ્યા હતા. રાજકોટ આવ્યા ત્યારે બોતેર વર્ષના ઘરડા ખખ હતા. દરબાર વીરાવાળાએ એમને રૈયત ઉપર કડપ બેસાડવા બોલાવ્યા હતા. પણ દમન કરવામાં તેઓ વીરાવાળા ઈચ્છે એટલી ગતિએ ચાલે એમ ન હતા. થોડા દિવસ તો તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં ગાળ્યા. પછી ઢેબરભાઈ સાથે સુલેહની થોડીઘણી વાટાધાટો કરી પણ તેમાં કશું નીપજયું નહીં. અને લોકો તો રાજ્યના જુલમથી અકળાઈ રહ્યા હતા. તેમને સમજાવવા તા. ૨૮મી સપ્ટેમ્બરે કૅડલસાહેબે દરબારી ગેઝેટમાં એક જાહેરનામું બહાર પાડ્યું, પણ તેથી લોકોને સંતોષ ન થયો. એટલે પરિષદમાં ઠરાવેલી મુદત પૂરી થતાં ઈજારાવાળી દીવાસળીની પેટીનું જાહેર લિલામ કરી ઢેબરભાઈએ સત્યાગ્રહનું મંગળાચરણ કર્યું. તેમને પંદર