પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨૦
સરદાર વલ્લભભાઈ

રાજ્યોની માફક ભાવનગરમાં પણ જવાબદાર રાજ્યતંત્રની માગણી જોરથી કરવામાં આવી હોત. તા. ૩૦-૪-'૩૯ના રોજ ભાવનગરના મહારાજાએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભાવનગરમાં ધારાસભા સ્થાપવાનું અને પ્રજાહિતનાં કેટલાંક પગલાં લેવાનું જાહેર કર્યું હતું. પણ પ્રજાને રાજ્યતંત્રમાં જવાબદારી આપવાનું તત્ત્વ તેમાં ઓછું હોઈ પ્રજામંડળને તેથી અસંતોષ હતો. સંભવ છે કે સરદારની દરમ્યાનગીરીથી એ સ્થિતિમાં થોડોઘણો સુધારો થાત. થોડાઘણો એટલા જ માટે લખ્યું છે કે, રેસિડેન્ટની ઈચ્છા તો પ્રજાની એ માગણીને દબાવી દેવાની જ હતી, રાજકોટ, લીમડી વગેરે રાજ્યોની માફક ભાવનગરમાં પણ પરિષદને દિવસે સરદારના સ્વાગત વખતે જે તોફાનો થયાં, તે તોફાનો કેવળ આકસ્મિક હોય એમ માની શકાતું નથી. એની પાછળ કોઈ જવાબદાર તત્ત્બોનો હાથ હોવાની શંકા જાય છે.

તા. ૧૪–૫-૩૯ના રોજ સરદાર સવારે ભાવનગરના ઍરોડ્રૉમ ઉપર વિમાનમાંથી ઊતર્યા. ઍરોડ્રોમ ભાવનગર શહેરથી છએક માઈલ દૂર હોઈ ત્યાંથી તેમને ભાવનગરના સ્ટેશને લઈ જઈને તેમનો જાહેર સત્કાર કરવાનું ગોઠવવામાં આવ્યું હતું. તે પ્રમાણે ભાવનગરનાં સાર્વજનિક મંડળો તથા આગેવાનો જેમાં મુસલમાનો પણ હતા, તેમના તરફથી હારતોરા પહેરાવવામાં આવ્યા બાદ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું. સરઘસ નગીના મસ્જિદ નામની એક મસ્જિદ આગળથી પસાર થતું હતું તે વખતે સરદારની મોટર ત્યાં આવી પહોંચી હશે એમ માની ત્રીસેક મુસ્લિમોનું ટોળું, મસ્જિદમાંથી બહાર ધસી આવ્યું. પણ સરદારની મોટર થોડી પાછળ હતી. પેલા ટોળા પાસે લાઠીઓ, કુહાડીઓ, છ૨! વગેરે હથિયાર હતાં. એ જોઈને શ્રી નાનાભાઈ ભટ્ટને શક જવાથી એ મસ્જિદ આગળ જ ઊભા રહ્યા. ટોળામાંથી કોઈએ તેમને ખસી જવાનું પણ કહ્યું. પણ સરદારની મોટર પસાર થઈ જાય ત્યાં સુધી ખસવાની તેમણે ના પાડી. એટલે તેમના માથામાં લાઠીનો ફટકો પડ્યો અને લોહીની ધાર વહેવા માંડી. બીજા એક કાર્યકર્તા આત્મારામ ભટ્ટ ઉપર પણ લાઠી પડી. ત્યાર પછી તો બીજા ચાર પાંચ ભાઈઓ ઉપર છરા અને કુહાડીના ઘા થયા. જખમી ભાઈઓને ઈસ્પિતાલમાં પહેાંચડાવામાં આવ્યા. એક નવજુવાન ભાઈ બચુભાઈ વીરજી પટેલ ઈસ્પિતાલમાં પહોંચતાં જ મરણ પામ્યા. બીજા એક ભાઈ શ્રી જાદવજીને માથામાં કહાડીના ધા થયેલ હોવાથી તેમનું બીજે દિવસે મરણ થયું.

શ્રી નાનાભાઈ નીતરતે લોહીએ સરદારની મેટર પાસે ગયા. સરદારે તેમને એ સ્થિતિમાં જોતાં જ પોતાની મોટરમાં લઈ લીધા અને મોટર તત્કાળ ઇસ્પિતાલ તરફ હંકાવરાવી. પાસે ઊભા રહીને શ્રી નાનાભાઈને પાટો