પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦
સર્વોદય

ગયો એ તો ચોક્કસ વાત કરી. એટલે બંને જણાની જે મિલકત હોવી જોઈએ તેમાં ઘટાડો થયો.

એટલું જ નહિ પણ દરેક જણ વચ્ચેનો સંબંધ બદલાયો. માંદો માણસ પેલાનો કરજદાર થયો ને પોતાની મજૂરી આપીને જ પોતાનું અનાજ લઈ શકે. હવે ધારો કે સાજા માણસે પોતાને મળેલા દસ્તાવેજનો ઉપયોગ કરવા ધાર્યું. જો તેમ કરે તો તે પોતે તદ્દન આરામ લઈ શકે - અળસુ થઈ શકે; તેની મરજી પડે તો સાજા થયેલા માણસની પાસેથી બીજાં લખત લે. એમાં કંઈ ગેરકાયદેસર થયું એમ કોઈ નહિ કહી શકે. હવે જો કોઈ પરદેશી આવી ચડે તો તે જોશે કે એક માણસ દોલતવાન થયો છે ને બીજો માંદો પડ્યો છે. તે વળી જોશે કે એક તો એશાઅરમ કરતો આળસમાં પડ્યો રહે છે ને બીજો મજૂરી કરતો છતો તંગી ભોગવે છે. આમાંથી વાંચનાર જોઈ શકશે કે બીજાની મજૂરી મેળવવાના હકનું પરિણામ એ આવે છે કે ખરી દોલતનો ઘટાડો થયા છે.

હવે બીજો દાખલો લઈએ. ત્રણ જણે એક રાજ્ય સ્થાપ્યું ને ત્રણે જણા નોખા રહેવા લાગ્યા. દરેકે જુદો જુદો પાક ઊતાર્યો કે જેનો ઉપયોગ બધા કરી શકે. વળી ધારો કે તેમાંથી એક માણસે બધાના વખતનો બચાવ કરવા સારુ પોતે ખેતી છોડીને