પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧
દોલતની નસો

એકનો માલ બીજાને પહોંચાડવાનું માથે લીધું ને બદલામાં અનાજ લેવાનું ઠરાવ્યું. જો આ માણસ નિયમસર માલ લાવે લઈ જાય તો બધાને લાભ થાય. હવે ધારો કે આ માણસ માલની આપલે કરવામાં ચોરી કરે છે. પછી તંગીનો વખત આવે છે તે વેળા તે દલાલ પોતે ચોરેલો દાણો બહુ આકરે ભાવે આપે છે. આમ કરતાં છેવટે તે માણસ બેઉ ખેડૂતને ભિખારી કરી મૂકી શકે છે ને છેવટે તેઓને પોતાના મજૂર બનાવે.

ઉપરનો દાખલો ચોખ્ખો અન્યાય બતાવે છે. છતાં આમ જ હાલના વેપારીઓનો મામલો ચાલે છે. વળી આપણે એમ પણ જોઈ શકીશું કે આમ ચોરીનો બનાવ બન્યા પછી ત્રણે જણની મિલકત એકઠી કરીશું તો પેલો માણસ પ્રામાણિક હોત ને થાત તેના કરતાં ઓછી થશે. પેલા બે ખેડૂતોનું કામ ઓછું મળવાથી તેમની મહેનતનું સંપૂર્ણ ફળ તેઓ નહિ લાવી શક્યા. અને પેલા ચોર દલાલના હાથમાં જે ચોરીનો માલ આવ્યો તેનો પૂરો ને સરસ ઉપયોગ નહિ થયો.

એટલે આપણે ગણિતના જેવો હિસાબ કરી શકીએ છીએ કે, અમુક પ્રજાની દોલત તપાસતાં તે દોલત કેમ મળી છે તેની ઉપર, તે પ્રજાને પૈસાદાર