પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧
અદલ ન્યાય

હરીફાઈનો હેતુ મજૂરીનો દર ઘટાડવાનો છે. ત્યાં પૈસાદાર વધારે પૈસો એકઠો કરે છે ને ગરીબ વધારે ગરીબ થાય છે. આવી હરીફાઈથી છેવટે પ્રજાનો નાશ થવા સંભવ છે. આપલેનો કાયદો તો એ હોવો જોઈએ કે દરેક આણસને તેની લાયકાત મુજબ દહાડિયું મળ્યાં કરે. આમાં પણ હરીફાઈ રહેશે, છતાં પરિણામ એવું આવશે કે માણસો સુખી અને હોશિયાર થશે, કેમકે પછી તો મજૂરી મેળવવાને સારુ પોતાનો દર ઓછો કરવો પદશે એમ નથી. પણ કામ મેળવવાને સારુ હોશિયાર થવું પદશે. આવા જ કારણથી લોકો સરકારી નોકરી મેળવવા તૈયાર થાય છે, ત્યાં દરજ્જા પ્રમાણે દરમાયા બાંધેલા હોય છેવ. હરીફાઈ માત્ર હોશિયારી હોય છે. અરજદાર ઓછો પગાર લેવાનું નથી કહેતો, પણ પોતાનામાં બીજાના કરતાં વધારે ચાતુરી છે એમ બતાવે છે. નૌકાસૈન્યમાં અને સિપાઈની નોકરીમાં એવો જ નિયમ જાળવવામાં આવે છે, અને તેથી જ ઘણે ભાગે તેવાં ખાતાંઓમાં ગરબડ અને અનીતિ ઓછાં જોવામાં આવે છે. છતાં વેપારમાં જ ખોટી હરિફાઈ રહી છે અને તેનું પરિણામ દગો, લુચ્ચાઈ, ચોરી વગેરે અનીતિ વધી પડી છે. બીજી તરફથી, જે માલ તૈયાર થાય છે તે ખરાબ ને સડેલો હોય છે. વેપારી જાણે કે હું ખાઉં, મજૂર જાણે કે હું છેતરું