પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



૪.
ખરું શું ?


ગયાં ત્રણ પ્રકરણમાં આપણે જોઈ ગયા કે અર્થશાસ્ત્રના જે સાધારણ નિયમો ગણાય છેતે વાજબી નથી. તે નિયમો પ્રમાણે ચાલવાથી માણસો અને પ્રજા દુઃખી થાય છે, ગરીબ વધારે ગરીબ બને છે અને પૈસાદાર પાસે પૈસો વધારે એકઠો થાય છે; છતાં બેમાંથી એકે સુખી થતા કે રહેતા નથી.

અર્થશાસ્ત્રીઓ માનસોની વર્તણૂક ઉપર વિઅાર નહિ કરતાં જેમ પૈસો વધારે એકઠો થાય તેમ વધારે આબાદાની માને છે તેથી પ્રજાના સુખનો આધાર માત્ર પૈસા ઉપર રાખે છે. તેથી તેઓ શીખવે છે કે જેમ કારીગરી વગેરેના વધારાથી પૈસો એકઠો થાય તેમ સારું. આવા વિચારોના ફેલાવાથી ઇંગ્લંડમાં ને બીજા મુલકોમાં કારખાનાં વધી પડ્યાં છે, બહુ માણસો શહેરોમાં એકઠા થાય છે ને ખેતરો છોડી દે છે. બહારની સુંદર અને સ્વચ્છ હવા છોડી કારખાનાંઓમાં ગંદી હવા આખો દહાડો શ્વાસમાં લઈ સુખ માને છે. પરિણામે પ્રજા નબળી