પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪
સર્વોદય

પડતી જાય છે, લોભ વધતો જાય છે, અનીતિ વધારે ફેલાય છે અને જ્યારે અનીતિ કાઢવાની વાત કરવા બેસીએ ત્યારે ડાહ્યામાં ખપતા માણસો વાત કરે છે કે અનીતિ જાય નહિ, અજ્ઞાની માણસોમાં એકદમ જ્ઞાન આવે નહિ, તેથી જેમ ચાલે છે તેમ ચાલવા દેવું. આવી દલીલ કરતાં તેઓ ભૂલી જાય છે કે ગરીબોની અનીતિનું કારણ તવંગર માણસો છે. તેઓને ખાતર – તેઓની મોજમજા પૂરી પાડવા ખાતર ગરીબ મજૂરો રાતદહાડો ગુલામગીરી કરે છે. તેઓને શીખવા કે સારું કરવા એક પળ મળતી નથી. તવંગરને જોઈ તેઓ પણ તવંગર થવા માગે છે. તવંગર નથી થવાતું તેથી તેઓ કચવાય છે, ગુસ્સે થાય છે. પછી ભાન ભૂલે છે ને છેવટે સારે રસ્તે પૈસો ન મળવાથી દગો કરી પૈસો મેળવવાનાં ફાંફાં મારે છે. આમ પૈસો અને મજૂરી બન્ને ફોગટ જાય છે અથવા દગો ફેલાવવામાં વપરાય છે.

હકીકતમાં ખરી મજૂરી એ કે જેથી ઉપયોગી વસ્તુ પેદા થાય. ઉપયોગી વસ્તુ એ કે જેથી માણસજાતનું ભરણપોષણ થાય. ભરણપોષણ એ કે જેથી માણસને જોઈતું ખાવાનું તથા ઓઢવા-પહેરવાનું મળે, કે જેથી તે નીતિને માર્ગે રહી જીવે ને જીવતાં લગી સત્કર્મો કરે. આવો વિચાર કરતાં, જે મહાન આરંભો થાય છે તે નકામા ગણવા જોઈએ. કારખાનાંઓ