પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સર્વોદય

સરસ કિતાબો લખી છે. નીતિના વિષયો ઉપર પણ તેણે ઘણું લખ્યું છે. તેમાનું એક નાનું પુસ્તક છે તે તેણે પોતે પોતાનાં લખાણોમાંનું ઉત્તમ માન્યું છે. જ્યાં જ્યાં અંગ્રેજી બોલાય છે ત્યાં તે પુસ્તક બહુ વંચાય છે. તેમાં ઉપર બતાવ્યા છે તેવા વિચારોનું બહુ જ સરસ રીતે ખંડન કર્યું છે અને બતાવી આપ્યું છે કે, નીતિના નિયમો જાળવવામાં આમની બહેતરી છે.

આજકાલ હિન્દુસ્તાનમાં આપણે પશ્ચિમના લોકોની નકલ બહુ કરીએ છીએ. તેમ કેટલીક બાબતમાં કરવાની જરૂર પણ અમે માનીએ છીએ. પણ પશ્ચિમનાં ઘણાં ધોરણો ખરાબ છે એમાં શક નથી. ખરાબ છે તેથી દૂર રહેવાની જરૂર તો સહુ કોઈ કબૂલ કરશે.

દક્ષિણ આફ્રિકામાં હિન્દીની સ્થિતિ અતિ દયામણી છે. આપણે પૈસો મેળવવાને સારુ દેશાવર ખેડીએ છીએ. તેની ધૂનમાં નીતિને, ખુદાને ભૂલી જઈએ છીએ. સ્વાર્થમાં મૂંઝાઈ-ગૂંથાઈ જઈએ છીએ. પરિણામે પરદેશ વેઠવાથી લાભને ઘણો ગેરલાભ થાય છે, અથવા તો પરદેશ ખેડવાનો પૂરો લાભ મળતો નથી. સર્વ ધર્મને અંગે નીતિ તો રહેલી જ છે, પણ ધર્મનો વિચાર કર્યા વિનાયે સાધારણ બુદ્ધિથી વિચારતાં, નીતિ જાળવવી એ