પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
૧૦૨
 

________________

4/25/2021 ૧૦૨ સર્વોદય સમાજની ઝાંખી જે આર્થિક સ્થિતિ ભોગવે છે તેના કરતાં વધારે સિદ્ધ કરવાનો ધર્મ માને છે, એવા યુગમાં વણ ધર્મ એ જગતનો મહાન ધર્મ છે એમ કહેવું એ હાસ્યાસ્પદ ગણાતું હશે. એને પુનરુદ્ધાર કરવાની વાત કરવી એ એથી પણ વધારે હાસ્યાસ્પદ ગણાય, છતાં મારો દઢ વિશ્વાસ છે કે આધુનિક ભાષામાં કહીએ તો એ જ ખરી સામ્યવાદ છે. ગીતાની ભાષામાં એ સમતાનો ધર્મ છે, પણ વાદ નહીં. એ ધર્મનું અ૮૫ પાલન પણ પાલન કરનારને અને જગતને સુખ આપનારું છે....” ડી. સમાજની વ્યવસ્થા માટે જેમ ચાર વર્ણ પાડ્યા છે, તેમ વ્યક્તિના જીવનની વ્યવસ્થા માટે ચાર આશ્રમ બનાવ્યા છે. પહેલે. આશ્રમ તે બ્રહ્મચર્યાશ્રમ છે. તેનો મુખ્ય હેતુ ભવિષ્યના જીવન માટે તૈયારી કરવાના છે. બાળક ગુરુને ઘેર રહી આ આશ્રમમાં વિદ્યાભ્યાસ કરે છે. તે આ આશ્રમમાં બહુ ખડતલ જીવન ગાળે છે. ગુરુની સેવા કરી ગુરુની કૃપાથી વિદ્યા પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થીએ પચીસ વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્ય પાળી વિદ્યાભ્યાસ કરવાનો છે. પછી તે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધા સંન્યસ્તાશ્રમનો સ્વીકાર કરે છે, પણ એવા અપવાદરૂપ હોય. મોટા ભાગના માણસો તો પચીસ વર્ષ પછી લગ્ન કરી ઘરસંસાર ચલાવે છે. ગૃહસ્થને પ્રામાણિકપણે ધંધો કરી, કમાવાની છૂટ આપી છે, કારણ તેના ઉપર બીજા ત્રણે આશ્રમના પોષણની જવાબદારી છે. ગૃહસ્થાશ્રમ ભોગવ્યા પછી તે વાનપ્રસ્થ લે | આ વાનપ્રસ્થાશ્રમમાં સ્ત્રી સાથે આવવા તૈયાર હોય તો તેને સાથે લઈને, પરંતુ બ્રહ્મચર્યનું પાલન કરીને તેણે સમાજની સેવા કરવાની છે. વાનપ્રસ્થાશ્રમી સ્વાભાવિક રીતે પોતાની જરૂરિયાત એાછામાં ઓછી કરી નાંખે છે, જેથી સમાજ ઉપર પોતાના ભાર ઓછામાં ઓછા પડે. સમાજસેવાને માટે વાનપ્રસ્થ માણસ વધારે યોગ્ય ગણાય, કારણ તેનું જીવન વિવિધ અનુભવોથી સમૃદ્ધ થયેલું હોય છે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 423