પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
૧૦૩
 

________________

4/25/2021 ૧૭. વર્ણાશ્રમધમ G5.. વાનપ્રસ્થાશ્રમ પછી સંન્યસ્તાશ્રમ આવે છે. વાનપ્રસ્થાશ્રમમાં : સમાજસેવાની કાંઈ કે આસક્તિ રહેલી હોય છે. પરંતુ માણસ તદ્દન વિરક્ત થાય અથવા પૂરેપૂરો આસક્ત થાય ત્યાર પછી તે સંન્યસ્ત લેવાના અધિકારી ગણાય. સંન્યસ્તાશ્રમમાં માણસને ભિક્ષા માગીને ઉદરપેષણ કરવાનું હોય છે. એક રીતે જોવા જઈએ તો સંન્યાસી ઉપર કશી જવાબદારી હોતી નથી, પણ બીજી રીતે જોઈએ તો સમાજને ઉપદેશ આપીને ધર્મપરાયણ રાખવાની જવાબદારી સંન્યાસી વગ ઉપર છે. છે આ પ્રકારની આશ્રમવ્યવસ્થા હિંદુ ધર્મમાં કરેલી છે, પણ આજે આશ્રમધર્મના લગભગ લેપ થઈ ગયો છે. કાંઈક ચાલતો હોય તે એક ગૃહસ્થાશ્રમ ચાલે છે. એ પણ બરાબર ધર્મયુક્ત અને સંયમપૂર્વક ચાલતા જોવામાં આવતા નથી. વિદ્યાર્થી અવસ્થામાં બ્રહ્મચારીએ ખડતલ જીવન ગાળવાનું કહ્યું છે, પરંતુ આપણા ઘણાં વિદ્યાથીઓ તથા વિદ્યાર્થિનીએ લહેરી જીવન ગાળતાં જોવામાં આવે છે, અને ઘણા વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ પૂરો કર્યા પહેલાં પરણી પણ બેસે છે. વાનપ્રસ્થાશ્રમ જેવું કાંઈ રહ્યું જ નથી. સંન્યાસીએ ઘણા જોવામાં આવે છે, પણ તેમનામાંથી બહુ વિરલ વ્યક્તિઓમાં વિરક્તિ અથવા અનાસક્તિ જોવામાં આવે છે. સાચા અથવા સંન્યાસી નામને શાભાવે એવા સંન્યાસીઓ કવચિત જ જોવામાં આવે છે. ' - વર્ણાશ્રમધર્મના સિદ્ધાન્ત આમ તે સાર્વત્રિક છે. બધા દેશની પ્રજાઓમાં આવા વિભાગ જોવામાં આવે છે, પરંતુ હિંદુ સમાજે એને વ્યવસ્થિત અને શાસ્ત્રીય રૂપ આપ્યું છે, એ હિંદુ ધર્મની વિશેષતા છે. આ છેસામાન્ય માન્યતા એવી છે કે, આપણા દેશમાં મુસલમાનો આવ્યા પછી જ્ઞાતિવ્યવસ્થો દઢ થઈ. પરંતુ આજથી પચીસ વર્ષ પહેલાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના વખતમાં જે કે જ્ઞાતિવ્યવસ્થા નહોતી છતાં વર્ણ વ્યવસ્થામાં પણ ઊંચનીચના ભેદ પેસી ગયા હતા. બ્રાહ્મણ ગમે તેવું પાપ કરે છતાં તે ઊંચે ગણાય, અને Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 3/23