પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
૧૦૯
 

________________

4/25/2021 ૧૮. સહકાર: ડાહી છે, ૧૦૯ આ છે દરેક માણસ અલગ અલગ પશુપાલન કરે, એના કરતાં ગામમાં પશુપાલનની એક અથવા વધારે સહકારી મંડળીઓ હોય તે વખત અને શ્રમને ધણો બચાવ થાય, એ સ્વાભાવિક છે. પશુપાલનની સહકારી મંડળી ગામને દૂધ-ઘી તથા છાશ પૂરાં પાડે અને ખેતી માટે બળદ પણ પૂરા પાડે, પશુપાલન સહકારી ધેરણે કરવામાં આવે તો પશુના રોગની ચિકિત્સા કરવાનું પણ બહુ સુગમ થાય. તેમને માટે ઘાસચારાની તથા ખાણની વ્યવસ્થા પણ સહકારી ધોરણે સારી થઈ શકે. આ પશુપાલન મંડળી તેલની ધાણી પણ ચલાવી શકે, એમાંથી બાળ નીકળે તે મંડળીનાં પશુઓના કામમાં આવે અને તેલ લોકોને આપી શકાય. આ જ પ્રમાણે દરેક ગામમાં ખેતીની પણ એક અથવા વધારે સહકારી મંડળીઓ હોય. છેલ્લાં સો વરસનો પરાધીનતાને લીધે આપણી સહકારની ટેવો ઘણી મું સાઈ ગઈ છે, એટલે ખેતીની સહકારી મંડળીમાં આપણે ધીમે ધીમે આગળ વધવું પડશે. ખેતી સહકારી મંડળીની શરૂઆત પતિ માટે પાણી પૂરું પાડવાની વ્યવસ્થાથી થઈ શકે. આમાં ટેવાયા પછી જમીનનું પ્રારંભિક ખેડાણ તથા ખાતરવાનું સહકારી ધોરણ ઉપર થઈ શકે. એક વખત ખેડવાનું તથા ખાતરવાનું બરાબર થઈ જાય ત્યાર પછી કરબ મારવાનું, નીંદવાનું, પાક સાચવવાનું તથા લણવાનું દરેક ખેડૂત પિતપતાનું અલગ અલગ કરે. આમ કરતાં જેમ જેમ સહકારી મંડળીનું કામ આપણું પોતાનું છે એ ભાવના પુષ્ટ થતી જાય તેમ તેમ ઉપર જણાવેલી બધી ક્રિયાઓ સહકારી ધોરણે કરી શકાય. અત્યારે દરેક કુટુંબ અલગ અલગ રહે છે, પણ આગળ ઉપર ઘણાં કુટુંબનાં રસોડાં પણ સહકારી ધોરણ ઉપર ચલાવી શકાય. એમાં નાનાં બાળકોને ઉત્તમ કેળવણી મળે છે. પેલેસ્ટાઈનમાં સંયુક્ત રસોડાવાળી યહૂદી લોકેની સહકારી મંડળીઓ છે. તેમાં એક બાળક તેનાં માબાપ સાથે બજારમાં ગયું હતું. ત્યાં કોઈ ઓળખીતાએ તેને એક મીઠાઈનું પડીકું આપ્યું. તે બાળકે એ Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 9123