પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
૧૧૦
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી મીઠાઈ બીજા બધાં બાળકો સાથે વહેંચીને ખાવા માટે રાખી મૂકી. આ જાતની ભાવના બાળકોમાં કેળવાય એ ઉત્તમ વસ્તુ છે. આવી સંયુક્ત કુટુંબની સહકારી મંડળીઓમાં બાળક બે કે અઢી વરસનું થાય ત્યાંસુધી પોતાનાં માબાપ સાથે રહે છે, પણ પછી તેઓને કેળવાયેલી નર્સની સંભાળ નીચે એક સંયુક્ત સૂવાના ઓરડામાં રાખવામાં આવે છે. આટલે સુધી આપણે જવું કે નહીં એ આગળ ઉપર વિચારવાનો પ્રશ્ન છે, પણ સહકારી જીવન કેટલે સુધી ગોઠવી શાકાય એ બતાવવા ઉપરની દાખલો આપ્યો છે. 5ગામનું ખરીદ વેચાણ સહકારી ધોરણ ઉપર સારી રીતે ગોઠવી શકાય એ બતાવવા વિશેષ વિવેચનની જરૂર નથી. આયાતનિકાસ ઉપર તે ગ્રામપંચાયતનો અંકુશ હોય અને તે સહેલાઈથી સહકારી ધોરણે ચાલી શકે. ગામનો કોઈ માલ બહાર વેચવાના હોય તો તેમાં ભેળસેળ ન થાય, અને માલ સારા જ હોય તેની જવાબદારી આખા ગામની ગણાવી જોઈએ. ગામના કેાઈ કારીગરને માલ ખરાબ નીકળે તો આખા ગામની આબરૂ જાય, એવી ભાવના કારીગરામાં તથા સમસ્ત ગામલકામાં હોવી જોઈએ. માલમાં દગો કરો અથવા બતાવેલા નમૂના પ્રમાણે માલ ન આપો, એ આજના જમાનામાં એક સાધારણ વસ્તુ થઈ પડી છે. એ પ્રથામાં ભારે ફેરફાર થવાની જરૂર છે. તે માટે ચારિત્ર્યનું અને પ્રામાણિકતાનું ધારણ બહુ ઊંચું ચઢાવવાની આવશ્યક્તા છે. અર્થરચના વિકેન્દ્રિત કરી નાંખવામાં આવે તો આ વરતુ બહુ સહેલાઈથી થઈ શકે. માણસો એકબીજાને ઓળખતા હોય તેમની સાથે દગો કે અપ્રામાણિકતા કરતાં માણસ સહેજે શરમાય છે. ઉપર કહેવામાં આવ્યું છે કે ગ્રામપ્રદેશમાં પેદા થતા કાચા માલને બનતાં સુધી તૈયાર ભાલમાં ફેરવીને જ તેની નિકાસ કરવી જોઈ એ. આ કામ પણ સહકારી પદ્ધતિએ થઈ શકે. પરંતુ એમાં એક વસ્તુ Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 10/23