પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
૧૨૦
 

________________

4/25/2021 ૧૨૯ સર્વોદય સમાજની ઝાંખી ગ્રામરચના સંપૂર્ણ બને. તે માટે એક વસ્તુ ખાસ આવશ્યક છે કે આ બધું જ્ઞાનપૂર્વક અને સમજપૂર્વક થવું જોઈએ. તે જ એ વસ્તુ કાયમી થાય. આ પુસ્તકમાં સર્વોદયનાં જે વિવિધ અંગે ગણાવ્યાં છે તેનો સમગ્ર દષ્ટિએ વિચાર કરી તેને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરીશું તે જ આપણે સર્વોદય સાધી શકીશું. રચનાત્મક કાર્યો માટે ગાંધીજીએ જુદા જુદા સંઘે જેમ જેમ જરૂર પડતી ગઈ તેમ તેમ સ્થાપ્યા, પરંતુ આગાખાન મહેલમાંની નજરકેદમાંથી બહાર આવ્યા પછી તેમને લાગ્યું કે બધા સંઘો વચ્ચે વધારે મેળ કરી તેમને એકબીજાની વધુ નજીક લાવવાની જરૂર છે. તે માટે તેમણે એક સમગ્ર રચનાસમિતિ સ્થાપી, પણ એ સમિતિ વધુ કામ કરી શકે તે પહેલાં તેમનો દેહાન્ત થયા. તેમના અવસાન બાદ સેવાગ્રામમાં સઘળા રચનાત્મક કાર્યકર્તાઓની સભા થઈ. તેમાં ગાંધીજીની ઇચ્છાને માન આપી એક સર્વ સેવાસંઘની સ્થાપના કરવામાં આવી. આજે સઘળા રચનાત્મક સંધે પોતાનું અલગ અસ્તિત્વ વિલીન કરી સર્વસેવાસંઘમાં ભળી ગયા છે અને સઘળાં રચનાત્મક કામને વિચાર સમગ્ર દષ્ટિએ કરતા થઈ ગયા છે. ભૂદાનયજ્ઞ એ વિચારને એક ન જ વેગ આપે છે. સઘળાં રચનાત્મક કામને આમ સમગ્ર દષ્ટિએ વિચાર કરવામાં આવે તો જ તેમાં નવું તેજ આવે અને તે જ સમાજની સર્વોદયની દૃષ્ટિએ નવરચના કરવાનું સુગમ થાય. અત્યારે આખી દુનિયામાં જાણે યુદ્ધનાં વાજાં વાગી રહ્યાં હોય એવું દેખાય છે. દુનિયા બે સત્તામાં વહેંચાઈ ગયેલી છે. એક બાજુ અમેરિકા છે અને બીજી બાજુ રશિયા છે. અમેરિકા મૂડીવાદી દેશ કહેવાય છે અને રશિયા સામ્યવાદી દેશ ગણાય છે, એને લીધે બે દેશની વિચારસરણીઓમાં મહત્ત્વનો ભેદ પડે છે; જો કે તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં એમાં ખાસ ભેદ પાડવા જેવું નથી. બંને દેશા યંત્રમય કેન્દ્રિત ઉદ્યોગો ચલાવવા માંગે છે. બંને દેશમાં રાજ્યસત્તાનું કેન્દ્રીકરણ જોવામાં આવે છે. બંને દેશો પોતપોતાના લશ્કરી બળ ઉપર મુસ્તાક છે. બંને દેશો સંહારનાં સાધન શોધવામાં એકબીજાને ટપી જવાને Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 20/23