પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
૧૦
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી સર્વોદય સમાજની સ્થાપના અશકય છે. આજે સમાજમાં કેટલાંક કામેની કિંમત વધારે આંકવામાં આવે છે. દાખલા તરીકે, સંચાલક અથવા વ્યવસ્થાપક પેતાના કામને દરમાયા વધુ આકે છે, રાજ્ય શાસકો અને સરકારી અમલદારો વધુ પગારના અધિકારી ગણાય છે, વકીલે અને દાક્તર ભારે ફી લે છે, તેમાં કોઈને વાંધા જેવું લાગતું નથી. ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ભારે નફા લે છે તે જાણે સ્વાભાવિક ગણાય છે; જ્યારે મજૂરવર્ગ અથવા ખેડૂતવર્ગ, જેમના વિના સમાજ નભી ન શકે, તેમને ઓછી મજુરી અથવા મહેનતાણું મળે છે. આવી આર્થિક અસમાનતા સર્વોદય સમાજમાં ચાલી ન શકે. તેમાં તો જેટલાં કામ સમાજને ઉપયોગી હોય તે બધાંની મજૂરી લગભગ સરખી હોય. તેથી જ ગાંધીજીએ સર્વોદયને સિદ્ધાંત સમજાવતાં કહ્યું છે કે “ વકીલ તેમજ વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોય, આજીવિકાનો હક બધાંને એકસરખે છે. ” | આજે કેટલાંક કામ સમાજને ઓછાં ઉપયોગી અથવા બિનજરૂરી અથવા નુકસાનકારી હોવા છતાં તેમાં કમાણી વધારે થાય છે. આર્થિક અસમાનતા વધવાનું આ એક મેટું કારણ છે. કેટલાક નટો અને નટીને એમની કળાને નામે હજારે અથવા લાખો રૂપિયાના પગારા મળે છે; સટેડિયાઓ અને જુગારીઓ એક ઘડીમાં હજારો રૂપિયા કમાય છે અથવા ખુએ છે; મિલમાલિકે બાદશાહી કમિશન લે છે. આવું બધું સર્વોદય સમાજમાં ન ચાલી શકે. સર્વોદય સમાજમાં તો સમાજઉપયોગી તમામ પ્રવૃત્તિઓનું મહેનતાણું એકસરખુ હાય અને સમાજવિરોધી પ્રવૃત્તિઓનો નિષેધ હોય. ૩. શ્રમની પ્રતિષ્ઠા સર્વોદય સમાજમાં ધનની નહીં પણ શ્રમની પ્રતિષ્ઠા હોય. દરેક માણસ પોતાની શક્તિ પ્રમાણે પરિશ્રમ કરે. તેથી જ ગાંધીજીએ કહ્યું છે કે “સાદી મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.' કારણ ખેડૂતો અને મારા વિના દુનિયા નભી ન શકે. આજે આપણા Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 1050