પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
૧૯
 

________________

4/25/2021 ૪. સ્વાવલંબી ગામડાં લાખની ગણાતી તે આજે ત્રીશ પાંત્રીસ લાખની ગણાય છે. આમ લેકે ગામડાં છોડીને શહેરમાં ભરાતા જાય છે, તેથી શહેરમાં તેમને સુખ જ મળે છે તેમ નથી. આપણાં ગામડાંમાં આજે ગરીબી અને ગંદકીને પાર નથી, પણ શહેરની ગરીબી અને ગંદકી તેથી વધારે ભીષણ છે. શહેરો અને ગામડાં વિષે લખતાં અમેરિકન લેખક મિ. મોર્ગને લખ્યું છે કે “ગામડાંમાંથી શહેરમાં જઈ વસનારાની ભાગ્યે જ ચાર પેઢી ત્યાં જોવા મળે છે.’ અલબત્ત, આમાં ઉપલા મધ્યમ વર્ગના અને શ્રીમંત વગના લોકોને બાદ રાખવા જોઈએ, વળી અમેરિકામાં કદાચ ચાર પેઢી જોવા મળતી હશે, પણ આપણા દેશમાં તે બે પેઢી જોવા મળે એવું ભાગ્યે જ બને છે. ગામડામાંથી ખેડૂતો અથવા ખેતમજૂરા શહેરમાં જાય છે. ત્યાં તેમને એવી ખરાબ હાલતમાં રહેવાનું હોય છે કે એમાંના મોટા ભાગના લોકો દમ, ક્ષય વગેરે શહેરી રોગના ભોગ થઈ પડે છે. એટલે જ અમે, બીજી પેઢી પણ થવાનો સંભવ નથી, એમ કહીએ છીએ. ટૉલ્સ્ટોયે કહ્યું છે કે અનાજ વગેરે ખાવાની ચીજો તે ગામડાંમાં પાકે છે અને શહેરોમાં તો કશું પાકતું નથી, પણ શહેરો અને ગામડાં વચ્ચેનો સંબંધ એ થઈ ગયા કે ગામડાંમાંથી કેવળ માણસો જ નહીં પણ ખેરાક અને બીજી સંપત્તિ પણ શહેરમાં ઘસડાઈ જાય છે, એટલે માણસે આજીવિકા મેળવવા ગામડાં છોડી શહેરમાં જાય છે. આજે પણ આપણા દેશની ૮૦ ટકા કરતાં વધારે વસ્તી તે ગામડાંમાં જ રહે છે, ઘણ તેમાંના મોટા ભાગને આખું વર્ષ રોજગાર મળતા નથી. ખેડૂતોને ચારથી છ મહિના બેકાર રહેવું પડે છે, તે વખતે જેમની પાસે અનાજ સંધરેલું હોય તેઓ ખાય છે, પણ જેમની પાસે બિલકુલ જમીન નથી એવા ખેતમજૂરોને તો વરસમાં કેટલાય દિવસ કેવળ ભડકું પીને અથવા ભૂખ્યાં કાઢવા પડે છે. તેમની પાસે પહેરવા એાઢવાને પૂરાં સાધન હોતાં નથી. શિયાળાની ટાઢમાં એકાદ સાદડી ઉપર અથવા સાદડી વિના જમીન ઉપર સૂઈ રહેવું પડે છે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 1950