પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
૨૫
 

________________

4/25/2021 २५ જ. સ્વાવલંબી ગામડાં ; નથી. પરિણામે શહેરો ગામડાંમાંથી માણસે અને મૂડી ધસડી જનારાં - બન્યાં છે. ' = = = | આવા વિવિધ પ્રકારનાં શેષણોમાંથી ગામડાંએ બચવું હોય તે તેમણે પોતાની જરૂરિયાતની બધી વસ્તુઓ માટે મોટે ભાગે સ્વાવલંબી અને સ્વયંસ પૂર્ણ થવું જોઇશે. અનાજ તો ગામડાં પેદા કરે જ છે. ગોપાલન કરીને તેમણે પોતાને જોઈતાં બળદ તથા ઘી દૂધ પેદા કરી લેવાં જોઈએ. વળી પોતાને જોઈતું કાપડ પણ. જો તેઓ ખાદીના ઉધોગ અપનાવે તે, પોતે જ પેદા કરી લે. આજે ગામડાંમાં તલ તથા મગફળી પાકે છે છતાં તેમને તેલ સિલેમાંથી લાવવું પડે છે. અનાજ તેઓ પકવે છે, પણ તે દળાવવાનું તથા ખડાવવાનું કામ દળવાખાંડવાના સંચામાં કરાવે છે. પિતાનું પકવેલું વધારાનું અનાજ તથા બીજે માલ પોતાનાં જ ગાડાંમાં તેઓ બીજે પહોંચાડતા, તેને બદલે એ કામ મેટરલરી કરે છે. તેને લીધે ખેડૂતના બળદને બેકારી ભોગવવી પડે છે. ઉપરાંત ગામડાંના લોકોને ડગલે ને પગલે નાણાંની જરૂર પડે છે, અને તે મેળવવા પોતાના ખાવાના અનાજમાંથી પણ તેમને અનાજ વેચવું પડે છે. અનાજ સિવાયની લગભગ બધી જ વસ્તુઓ તેમણે વેચાતી લાવવાની હોય છે, એટલે તેમણે બેકારી અને કંગાલિયત ભોગવવી પડે છે. ગામડાના કારીગરો પણ આજે શહેરમાં જઈને વસવા લાગ્યા છે. કેટલાક કારીગરોએ તો પોતાને ધંધે પડી ભાગતાં મિલોમાં નોકરી લીધી છે. મિલના કેન્દ્રિત ઉદ્યોગો અને શહેરની લલચાવનારી રોનક સામે આપણાં પડી ભાંગતાં ગામડાંઓએ બચવું હોય તો તેમણે જ્ઞાનપૂર્વક સ્વાવલંબી અને સ્વયંસંપૂણ થવું જોઈ એ. ખેડૂતો ગામડાંના કારીગરોની મદદથી પિતાને જરૂરની બધી વસ્તુઓ ગામડાંમાં પેદા કરી શકે છે. આમ થાય તો તેને રોકડ નાણાંની બહુ ઓછી જરૂર પડે. આજના નાણુવ્યવહાર એ પણ ગામડાંના ખેડૂતો અને કારીગરોને ફસાવવાની એક મોટી જાળ છે. Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 25/50