પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
૩૧
 

________________

4/25/2021 છે. ગ્રામ-સ્વરાજ, ૩૧ અ જે માણસને બીજા માણસ સામે ફરિયાદ કરવાની હોય તે માણસ ગામના પટેલ પાસે જઈ પોતાની ફરિયાદ નેંધાવતા. સામા માણસને બેલાવી તેને શું કહેવાનું છે તે પટેલ નેધી લે. પછી પટેલ ગામના મંદિરમાં કે એવી બીજી પવિત્ર જગ્યાએ આખા ગામને ભેગું કરતા. ફરિયાદી તથા આરોપી ગામમાં નદી હોય તે ત્યાં, નહીં તો તળાવમાં અથવા કૂવે નાહીને મંદિરમાં મૂર્તિ આગળ અથવા તે પોતે જેને પવિત્ર માનતા હોય તેની સમક્ષ સેગન લઈ પોતાની ફરિયાદ તથા પિતાને જવાબ ગામલોકની સભા સમક્ષ નોંધાવતા. ગામલોકની આવી સભામાં તમામ જાતજાતના લેક આવતા. તેમાં હરિજનોને પણ ખાસ બોલાવવામાં આવતા. ફરિયાદી તથા આરોપીને તમામ ગામલેક સમક્ષ પોતાની વાત કહેવાની હોઈ તેઓ જૂઠું બોલવાની ભાગ્યે જ હિંમત કરતા. તે ઉપરાંત તેમણે દેવની મૂર્તિ સમક્ષ અથવા પોતે જેને પવિત્ર માનતા હોય તેની સમક્ષ સેગન લીધેલા હોઈ એ રીતે પણ જૂઠું બોલવાની તેઓ હિંમત કરતા નહીં. બન્નેના જવાબ ગામલોકને સંભળાવી પટેલ તેમને વિનંતી કરતો કે હવે આ કેસનો નિવેડો લાવવા તમે એક પંચ નીમ. ગામલોકે પંચ નીમીને વિખેરાઈ જતા. પછી પંચ ઝીણવટથી તપાસ કરતું અને બંને માણસની વાત સાંભળી તથા સાક્ષીઓ અને દસ્તાવેજો તપાસવાના હોય તો તે તપાસી પિતાને ફેંસલો તૈયાર કરતું. પણ એ ફેસલો ગામલોક સમક્ષ પક્ષકારોને સંભળાવતાં પહેલાં પંચને તે ફેંસલે અમૂક ગામના સમૂહ માટે નીમેલા ધર્મશાસ્ત્રીને મોકલી આપ પડતાએ ધર્મ શાસ્ત્રી સ્મૃતિઓ એટલે કે ધર્મ શાસ્ત્રમાં પારંગત હેઈ, મજકૂર ફેંસલે ધર્મ શાસ્ત્રના કેઈ નિયમની વિરુદ્ધ તે નથી જતો એ જોઈ લેતા, તથા પિતાની સામાન્ય બુદ્ધિથી એ ફેંસલે ન્યાયની સાથે સુસંગત છે કે કેમ એ પણ તપાસી લેતો. પોતાને એમાં કાંઈ સૂચના કરવા જેવું લાગે તો પંચને તે લખી જણાવતો, ભારે અટપટો પ્રશ્ન હોય તો પંચને Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 31/50