પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
૩૪
 

________________

4/25/2021 ૨૪ સર્વોદય સમાજની ઝાંખી કરી છે. અંગ્રેજી રાજ્ય પ્રજાજીવનમાં ઘણાં અંગોમાં પ્રવેશ કર્યો, અને આપણી મોટા ભાગની સમાજ-વ્યવસ્થાને કાયદાના બંધનમાં બાંધી દીધી. તેને લીધે સ્થાનિક સ્વરાજ્ય ભોગવતી આપણી ઘણી સંસ્થાએ નષ્ટ થઈ ગઈ, તેમાં આપણી ગ્રામ પંચાયતો મુખ્ય છે. એ વસ્તુને ફરી સજીવન કરવી અઘરી નથી, કારણ હજાર વર્ષથી એ આપણી હાડમાં રહેલી વસ્તુ છે. ગ્રામપંચાયતો સજીવન થાય અને આપણાં ગામડાં સ્વાવલંબી અને સ્વયંસં પૂર્ણ થાય એ જ આપણાં ગામડાં માટે તરણોપાય છે. તો જ આપણું ગ્રામજીવન સમૃદ્ધ થઈ શકે એમ છે. અને ગ્રામજીવન સમૃદ્ધ થાય તો શહેરો સાથેનો આપણાં ગામડાંને સંબંધ કુદરતી રીતે હોવા જોઈએ તેવો અને ન્યાયી થાય. ૬ : ગ્રામપંચાયતને ઉપરનાં તંત્ર સાથે સંબંધ ગ્રામપંચાયતોનાં મુખ્ય કાર્યોનું આપણે વર્ણન કરી ગયા. હવે ઉપરનાં તંત્રો સાથેના તેના સંબંધની કાંઈક ક૯પના આપીશું. ગ્રામપંચાયતોની આવક માટે ગામના જમીન-મહેસૂલના ૭૫ ટકા જેટલી રકમ પંચાયત પાસે રહેવી જોઈએ. બાકી રહેલા ૨૫ ટકામાંથી લગભગ ૧૫ ટકા તે જિલ્લા પંચાયતને આપે અને બાકી રહેલા ૧૦ ટકા પ્રાંતીય તથા કેન્દ્ર સરકારને આપે. છે જમીન-મહેસૂલના ૭૫ ટકામાંથી ગ્રામપંચાયતને ગામની કેળવણી, આરોગ્ય, સ્વચ્છતા, ચેકી, ન્યાયવ્યવસ્થા, એટલાં કામે મુખ્યત્વે કરવાનાં હોય. તે ઉપરાંત ગામનાં સાર્વજનિક મ કાનની દુરસ્તી તથા સાચવણી તેમજ ગામના કૂવા તથા તળાવની સંભાળ તેને રાખવાની હોય. જિલ્લા પંચાયત પોતાના જિલ્લામાંના કુદરતી વિભાગ દીઠ એક એક ઉત્તર બુનિયાદી શાળા ચલાવે; ગામડાંની Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 3450