પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
૩૬
 

________________

4/25/2021 " Is / જ સર્વોદય સમાજની ઝાંખી ધારાસભા બને અને એ ધારાસભા પિતાનામાંથી પાંચ સભ્યોને ચૂંટી કાઢે, જેની પ્રાંતીય પંચાયત અથવા પ્રધાનમંડળ બને. * ત્યાર પછી , મધ્યવતી સરકાર આવે. એને પણ પાંચ ટકા જમીન મહેસૂલના મળે. મધ્યવતી ધારાસભા અથવા સંસદમાં દરેક પ્રતિની ધારાસભા પોતાના સભ્યોમાંથી અથવા બહારનામાંથી બે બે સભ્યો ચૂંટીને મેકલે. આવી રીતે બનેલી ધારાસભા તથા સંસદ પોતાનામાંથી પાંચ સભ્યોને ચૂંટી કાઢે, જેનું મધ્યવતી પ્રધાનમંડળ બને. [ આ મધ્યવર્તી સરકાર પાસે રેલવે, પિસ્ટ, તાર, એવાં અખિલ ભારતીય ખાતાંઓ હાય. તે ઉપરાંત પરદેશો સાથેના સંબંધે તથા પદેશા સાથે વેપારની વ્યવસ્થા પણ તે કરે અને પરદેશથી આયાત નિકાસ થતા માલ ઉપર જકાત નાખે. ઉપર પ્રાંતિક સરકાર તથા મધ્યવતી સરકારની રચના તેમજ તેના કામકાજની સુચના કરી છે. જો કે તાત્વિક દૃષ્ટિએ જોતાં સર્વોદયમાં સરકાર અથવા રાજ્યવ્યવસ્થા જેવું કોઈ તંત્ર હાય નહીં, પરંતુ આ આદર્શ સ્થિતિ થઈ. આપણે કંઈક રાજયવ્યવસ્થા તે રાખવી પડશે. તે માટે એવું સૂત્ર સ્વીકારીએ કે એ રાજવ્યવસ્થા ઉત્તમ ગણાય, જે ઓછામાં ઓછું રાજ્ય કરે, એટલે કે રાજ્ય પિતાની પાસે બને તેટલાં ઓછાં કામ રાખે. અત્યારે કલ્યાણરાજ્યના પવન ચાલ્યો છે. કોમ્યુનિસ્ટ લેકાનું સર્વે સવાં (ટાટલિટેરિયન) રાજ્ય કહે છે. તેના જવાબમાં પ્રાતંત્રવાદી રાજ્યોએ આ કલ્યાણ રાજ્યની કુ૯૫ના કાઢી હોય એમ લાગે છે, પણ પ્રજાનું ખરું કલ્યાણ પ્રજાના હાથમાં સત્તા સાંપવાથી જેવું થઈ શકે તેવું ગમે તેવા કલ્યાણ-રાજ્યમાં થઈ શકતું નથી. મુંબઈમાં અથવા દિલ્હીમાં બેઠેલા ચેડા પ્રધાન અને તેમના અમલદારો હિન્દુસ્તાન જેવા મોટા દેશની પ્રજાનું પૂરેપૂરું ક૯યાણ સંભાળી શકે એવો દાવો તેમને માટે વધારે પડતો છે. અત્યારે હકીક્તમાં એવું બને છે કે શહેરના લેકેાની અને Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 3650