પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
૩૯
 

________________

4/25/2021 ૩૯ ૭. ગામડાં અને શહેરે વસ્તુઓ વેચવા માટે આ શહેરમાં જવા લાગ્યા. તેના બદલામાં પિતાના ગામમાં ન મળી શકતી હોય એવી વસ્તુઓ શહેરમાંથી ખરીદી જવા લાગ્યા. આવાં શહેરમાં દેશવિદેશથી સદાગરે પણ પિતાને માલ વેચવા માટે આવવા લાગ્યા. આવા પરદેશીઓને રહેવા શહેરોમાં સુખસગવડવાળી વીશીઓ ઊભી થઈ. વળી પોતે લાવ્યા હોય તે માલ વેચવાને સોદા કરે અને શહેરોમાંથી બીજે માલ ખરીદે તે માટે આ સેદાગરાને કેટલાક દિવસ શહેરમાં રહેવું પડતું. ખરીદવેચાણનો સંદે કરવામાં તેમનો આખો દિવસ જાય નહીં, છતાં શહેરમાં રોકાવું તો પડે, એટલે તેમને વખત પણ ઘણો મળતો. તે વખતે તેઓ નાટકચેટકમાં, નાચગાનના જલસામાં, જાદુના ખેલ જોવામાં તથા એવા મનોરંજનના કાર્યક્રમમાં ગાળતા. આવા વિદેશી શાહ સોદાગરોનાં દિલ બહલાવવા માટે શહેરોમાં વિવિધ પ્રકારના ખેલતમાશા કરનારા લોકો પણ વસવા લાગ્યા. આ રીતે બજારની સાથે આનંદપ્રમોદનાં સાધનો પણ શહેરોમાં ઊભાં થયાં. ગામડાંના લેકે પણ શહેરોમાં આવે ત્યારે મોજશોખ કરવામાં તથા નાટકચેટક જોવામાં વખત ગાળે. જો કે આ શહેરના મુખ્ય ઉદ્દેશ તો ગામડાંના લોકોને એક બજાર પૂરું પાડવાના હતા; બીજી વસ્તુઓ આનુષગિક હતી. a પ્રદેશના રાજા અનુકૂળ સ્થળ જોઈ ત્યાં પોતાની રાજધાની સ્થાપતા. ત્યાં પણ શહેર ઊભું થતું. રાજાની સાથે તેના દરબારીઓ તથા અમલદારે હોય. વળી રાજધાનીમાં રાજાનું કાંઇક લશ્કર પણ રહેતું હોય. આ બધા ખેતી તથા ઉદ્યોગ ધંધા કરનારા ન હોય; એટલે તેમને જોઈતી વસ્તુઓ પૂરી પાડવા માટે ત્યાં એક બજાર ઊભું થતું. રાજા તથા દરબારીઓના માજશાખતી ચીજ પૂરી પાડનારા કારીગરો પણ ત્યાં વસતા. તેમના ભોગવિલાસની વેરતુઓ પૂરી પાડનારા નટ, નતંકીઓ, ગાયકે વગેરે પણ ત્યાં આવી વસતાં. આવી રીતે રાજધાનીનાં શહેરોમાં પણ આનંદપ્રમોદની વિવિધ સાધનસામગ્રી મળી શકતી. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 3950