પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
૬૮
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી અને પહાડી પ્રદેશમાં પાણી પીવાલાયક મળતું નથી. ત્યાં નદી તથા કૂવામાં જમીન ઉપર પડેલાં પાંદડાંના કહાવાટવાળું પાણી હોય છે. એવાં પાણીને સુરત જિલ્લામાં પાલિયાં પાણી કહે છે. તેનાથી પેટ મેટાં થઈ જાય છે. જંગલના પ્રદેશમાં કૂવા પાકા બાંધેલા હોય એ ઈષ્ટ છે, પણ એટલું બસ નથી. જ્યાં પાણીની સ્વચ્છતા વિશે શંકા હોય ત્યાં પાણી ખૂબ ઉકાળીને તથા ત્યાર પછી ઠારીને પીવું એ સલામત ઉપાય છે. ખુલ્લી ચોખ્ખી હવા, સ્વચ્છ પાણી, યોગ્ય ખોરાક અને શક્તિ પ્રમાણે માણસ જાતમહેનત કરે એટલે તેને માંદા પડવાના ભય બહુ ઓછો છે, છતાં બિમારી થઈ આવે તો પાણી, માટી અને સૂર્યના તડકાના ઉપચાર કરવા એ ઈષ્ટ છે. બિમારી વખતે ખોરાકમાં પણ યોગ્ય ફેરફાર કરવા જોઈએ. ઘણાખરા રોગોનું મૂળ કારણ હાજરીમાં બગાડ એ હોય છે, એટલે જરૂરિયાત પ્રમાણે ઉપવાસ અથવા બંધન કરી હાજરીને સુધારવી એ એક મુખ્ય ઉપાય છે. ઉપવાસ વખતે પાણી પૂરતા પ્રમાણમાં લેવું જરૂરી છે. કેટલીક વાર ગરમ પાણી પીવું સારું છે. આ ઉપરાંત ગામમાં સહેજે મળી આવતી વનસ્પતિના તથા ઘરગથ્થુ સાદી દવાઓના ઉપચાર પણ કરી શકાય વનસ્પતિ તથા દવાઓ નિર્દોષ હોય તે લેવી. ઉગ્ર દવા સામાન્ય રીતે ન લેવી, a કેફી અથવા માદક પદાર્થોનો ત્યાગ કરવાનું સધળા મુખ્ય ધર્મોમાં સૂચવાયેલું છે. આપણા દેશમાં દારૂતાડી, ભાંગ, ગાંજો, તમાકુ અને અફીણ એટલા માદક પદાર્થો મુખ્ય ગણી શકાય. આપણા રાજ્યબંધારણે મઘનિષેધની નીતિ સ્વીકારી છે. કેટલાંક રાજ્યોએ તેને અમલ કરવાને માટે કાયદા કરેલા છે, છતાં હજી મેટા મેટા સરકારી અમલદારોને તથા મેટા ન્યાયાધીશાને પણ દારૂ પીવાના પરવાના આપવામાં આવે છે, એ અયોગ્ય છે. મોટા માણસોને એવા પરવાના આપવામાં આવે તેની સામાન્ય જનતા ઉપર સારી અસર ન જ થાય. જે વસ્તુ માણસને ભાન ભુલાવી દે એવી છે તેનો ત્યાગ સમાજમાં Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 18/50