પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
૭૬
 

________________

4/25/2021 ૬ સર્વોદય સમાજની ઝાંખી પ્રમાણે નક્કી કરવામાં આવશે, વ્યક્તિના મનમાં આવે તે પ્રમાણે અથવા ન કરવાને તેને લાભ સ તોષાય એ પ્રમાણે નહીં. ઉપરના મુસદ્દામાં ટ્રરટીના વારસનો વિચાર કરવામાં આવ્યો નથી, પરંતુ અમે ઉપર તેનું વિવેચન કરી ગયા છીએ. - અત્યારે વિનોબાજી જે ભૂદાનપ્રવૃત્તિ ચલાવી રહ્યા છે તે ટૂટીપણના સિદ્ધાંતને જ એક સફળ પ્રયોગ છે. એની અસર ઘણાં દૂરગામી પરિણામ લાવનારી નીવડશે એ વિશે હવે શંકાને સ્થાન રહ્યું નથી. સંપત્તિદાન એ પણ ભૂદાનના જેવું ટ્રસ્ટીપણાના સિદ્ધાંતનું એક આવશ્યક અંગ છે. અત્યારે તે સંપત્તિદાનના મુખ્ય ઉપયોગ મુખ્યત્વે ભૂમિહીનાને મદદ કરવા પૂરતો ગણ્યો છે. પણ ભૂદાનને હેતુ જેમ જમીન ઉપરનો માલકીહક નાબૂદ કરી જમીનની સમાન વહેંચણી કરવાનું છે, તેમ જ સંપત્તિદાનનો વિશાળ ઉદ્દેશ સમાજમાં આર્થિક સમાનતા લાવવાનો છે. ટ્રસ્ટી પણાના સિદ્ધાંતને કેવી રીતે અમલમાં મૂકવો એની પ્રત્યક્ષ રીત વિનોબા આપણને બતાવી ચૂકયા છે. ૧૩ : ઉદ્યોગીકરણ આપણા રાજદ્વારી પુ એમ માનતા જણાય છે કે આપણા દેશનું જીવનધોરણ ઊંચું લાવવું હોય તો આપણા દેશનું ઉઘોગીકરણ કયે જ છૂટકે છે. ઉદ્યોગીકરણ તો સર્વોદયમાં પણ કરવું પડશે, પણ ઉધોગીકરણના જે પારિભાષિક અર્થ કરવામાં આવે છે તે અર્થમાં નહીં. અમે ઉપર જણાવી ગયા કે આપણાં ગામડાંઓએ સ્વાવલંબી અને સ્વયં સંપૂર્ણ થવું જોઇશે. તે ઉધોગો વગર ન થઈ શકે, પણ એ ઉદ્યોગો ખેતીને મદદગાર એવા ગ્રામઉદ્યોગો અને ગૃહઉદ્યોગોના સ્વરૂપના Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 26/50