પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
૭૮
 

________________

4/25/2021 ૭૮ સર્વોદય સમાજની ઝાંખી બીજે ધંધે લગાડવામાં આવે તો માણસની ટાંચ પડે અને ખેતી બગડે, બીજી મુશ્કેલી એ છે કે યંત્રઉદ્યોગોમાં આપણે ઘણા માણસોને કામ ન આપી શકીએ. પચીસ કરેડની ખેતી ઉપર ગુજરાન કરનારાની વસ્તીમાંથી નાની ઉંમરનાં બાળકોને બાદ કરીએ તો ઓછામાં ઓછી દશ કરોડ માણસો મજારી કરનારા હશે એમ આપણે ગણવું જોઈએ. ચારથી છ મહિનાની ખેડૂતોની બેકારીના હિસાબે આ દશ કરેડમાંથી ત્રણથી પાંચ કરોડ માણસ ફાજલ પાડી શકાય. પાંચ કરેાડને બદલે આપણે ત્રણ કરોડના આંકડે પકડીએ તોપણ એટલા માણસોને કામ આપવું અશક્ય છે. જેને ફેકટરી એકટ લાગુ પડે છે એવાં કારખાનામાં કામ કરતા મજૂરોની સંખ્યા બહુ બહુ તો સિત્તેરેક લાખની ગણાય છે. તેને બદલે ત્રણ કરોડ મજૂરોને રોકવા જેટલાં કારખાનાં આપણે ઊભાં કરીએ તો તેમાં બનેલે માલ કયાં વેચવો એ એક મોટો પ્રશ્ન થઈ પડે. સને ૧૯૨૫-૨૬ ના અરસામાં રાજાજીએ કહેલું કે હિંદુસ્તાનને કારખાનાંમય બનાવવું હોય તો આપણા બનેલા માલના બજાર માટે પૃથ્વી નાની પડે અને બજાર શોધવા આપણે કદાચ મંગળના ગ્રહ ઉપર જવું પડે. આપણે જાણવું જોઈએ કે બીજા દેશ જાગ્રત થયા છે અથવા થવા લાગ્યા છે અને બીજા દેશનાં બજારે આપણે માટે ખુલ્લો રહેશે એમ માનવું એ ખોટો ભ્રમ છે. વળી બીજા દેશોમાં બજાર જમાવવું એટલે એ દેશનું શોષણ કરવું. કોઈ પણ જાગ્રત દેશ પોતાનું આવું શોષણ થાય તે કબુલ કરે નહીં. એટલે પરદેશી બજારોની આશા રાખવી એ વ્યર્થ છે. તેથી જ ગાંધીજીએ કહ્યું છે કે “ઉદ્યોગીકરણ એ માનવજાત ઉપર શાપ સમાન છે અને તેવું ભવિષ્ય અંધકારમય છે.” આપણે આપણી ગરીબી જરૂર દૂર કરવી છે, પણ ઉદ્યોગીકરણ એ તેને ઉપાય નથી. ઉદ્યોગીકરણમાં બીજું જોખમ એ છે કે યોગ્ય લશ્કરી બળ વિના આપણે તેને નભાવી અથવા તેનું રક્ષણ કરી શકતા નથી. ગ્રામઉદ્યોગ વાળા હિંદુસ્તાન ઉપર પરદેશ તરફથી આક્રમણ થવાને બહુ ઓછા Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 28/50