પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
૮૭
 

________________

4/25/2021 ક . ૧૬ : નાણાંવ્યવહાર ! નાણાંની શોધ નીચેના હેતુઓ માટે થઈ છેઃ ૧. વસ્તુઓને અદલે બદલે કરવાના એક સાધન તરીકે અને તે માટે વસ્તુઓની કિંમતને નિણય કરવા માટે, ૨. લેણદેણ માટે; ૩. સંચય માટે. આ હેતુ દેખાય છે તે નિર્દોષ, પણ અત્યારે પ્રવર્તતી આર્થિક અસમાનતાને લીધે જેની પાસે નાણ વધારે હોય તે જ ફાવી જાય છે. જયારે નાણાંની શોધ નહોતી થઈ ત્યારે વસ્તુવિનિમય ચાલતો. તેમાં અમુક વસ્તુ બનાવતાં જેટલે શ્રમ અને સમય લાગે તે ઉપરથી તેની કિંમતની આંકણી કરી વિનિમય કરવામાં આવતો. સંધરવા માટે પણ માણસને અનાજ, ઢોર, ચામડાં, કપડાં વગેરે વસ્તુઓ જ સંઘરી રાખવી પડતી. એ વસ્તુઓને સાચવવા માટે માણસને હંમેશાં મહેનત કરવી પડતી અને કાળજી રાખવી પડતી, તેથી પોતે સહેલાઈથી સાચવી શકે તે કરતાં વધારે વસ્તુઓને સંગ્રહ કે સંચય માણસ કરી શકતા નહીં. પોતાની પાસે સાચવી શકે તે કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ થાય ત્યારે તે પોતાના ગોત્રનાં, પોતાની ટોળીનાં કે પિતાના ગામનાં માણસોને ભેગાં કરી તેમને જમાડી દેતો, અને અનાજ ઉપરાંત કપડાં, ઢેર તથા બીજા રાચરચીલાને વધારે પડતો સંગ્રહ થયો હોય તે તે તેમને ભેટ આપી દેતો. પછી તે કહેતો કે હવે હું તમારા જેવો જ થઈ ગયો છું; મારી પાસે કશું વધારાનું રહ્યું નથી. આનો હેતુ એ હતો કે બીજા માણસના ઈષપાત્ર ન થવું પણ આજે તો નાણાં સહેલાઈથી સંધરી શકાય છે, એટલે માણસને આવું કશું કરવાની જરૂર પડતી નથી. પિતાને વૈભવ દેખાડવા જમણવાર કરે, લહાણાં વહે ચે કે બીજા ખર્ચ કરે, એ જુદી વાત છે. આજે તે જેની પાસે નાણાં હોય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 37/50