પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
सासुवहुनी लढाई
 

દરજી, મોચી, કુંભાર, વગેરે નાતો રસ્તામાં, ધુળમાં, કાદવમાં, મુતરમાં, ખાળકુવા ઉપર, ખાળકુડી આગળ, સનડાસના થડમાં, ઉકરડાની પાસે જમવા બેસે છે તેમ નાગરબ્રાહ્મણો પણ બેસે છે. માટે એ વાતમાં તેમના સરખા છે, તેમનાથી ઊંચા નથી. દેવું કરીને, ઘર વેચીને, કે ગમેતેમ કરી વરા કરવાની ઘેલાઈ બીજામાં છે તેમ એમનામાં છે. બાળલગ્ન કજોડાં, સાસુના જુલમ, નાતની લડાઇઓ, રસ્તામાં ઉભા રહી છાતી ઉઘાડી મુકી કુટવું વગેરે દુરાચારો બીજામાં છે. તે બધા એમનામાં છે માટે તેમની બરોબરીઆ છે. એક બાબતમાં સરસ હોય તો નિશપક્ષપાતે બતાવો. બીજા બ્રાહ્મણોના જેવા જ તેઓ વહેમી અને અભણ છે.

કિસનલાલ – એ નાગરની સ્ત્રીઓ ફટાણાં ગાતી નથી; અને નાગરો એક બાયડી જીવતી હોય ત્યાં સુધી બીજી કરી શકતા નથી, એવો તેમની નાતનો પાકો બંદોબસ્ત છે.

પઠાણ – ફટાણા ગાવાનો એમનામાં ચાલ નથી, પણ ફટાણાના પીતરાઈ ન જેવાં ગાય છે. તો પણ એ વાતમાં બીજા બ્રાહ્મણો વગેરેથી ચડતા છે ખરા. અને એક જીવતી છતે બીજી ન પરણવામાં વડનગરા નાગરો બેશક બીજી સઘળી હિંદુની જ્ઞાતોથી શ્રેષ્ઠ છે. એમાં તેઓ ઉંચવરણ ખરા, પણ બાકીની બાબતોમાં તેઓ બીજાના જેવા નીચ છે.

કીસનલાલ – ઉજળા વાજળા, સુઘડ, સરકાર દરબારની નોકરી કે બીજો રોજગાર કરી ધન મેળવનારા, સ્ત્રીઓ થોડું વાંચી લખી શકે.

પઠાણ – એવા લક્ષણ બીજી કેટલીક નાતોમાં પણ છે. એમની સ્ત્રીઓમાં ઘણાકને વાંચતાં લખતાં આવડે છે, પણ તે નહિ જેવું. જ્યારે નાગરની સ્ત્રીઓ અનેક પ્રસંગે એકઠી મળે છે, ત્યારે તેઓની વાત સાંભળો, તેઓની મશકરી ઠઠા જાણો તો તમે તરત કહેશો કે તેઓ કાંઈ સુધરેલી નથી. પુરૂષોમાં પણ થોડા જ સારા છે. ચકલે કે પોળે બેસી વાતો કરે છે તે વાતોમાં શો માલ છે. શાવક, વાણીઆ વગેરેના જેવાજ એઓ છે, અને જો તેઓ હવે ચેતસે નહિ તો કેટલાક વરસોમાં બીજી નાતો એમનાથી સરસ થઈ જશે. હાલ મને વધારે વાત કરવાની ફુરસદ નથી, પરંતુ એ અને બીજી