પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૧૩
 

તમે જે રસ્તે એને ચલાવી તે રસ્તે એ ચાલી, જે માર્ગ દેખાડ્યો તે માર્ગે ગઈ. વહેમના ખાડામાં એને તમે પોતે ઉતારી. બાળકને ઘરમાં ગાળો દેતાં સિખવવું, ને ખોટી ટેવ પડાવવી, ને પછી તે લોકમાં તેમ કરે ત્યારે કોનો વાંક ? હું કાંકરોલીમાં થાણદાર હતો ત્યારે કેટલાક વૈષ્ણવો મારી પાસે ફરીઆદ આવ્યા કે ગોસ્વામી મહારાજ ગોલાજી અમારી સ્ત્રીઓને ખરાબ કરે છે. તપાસ કર્યા પછી મેં તેમને કહ્યું કે તમે પહેલેથી સંભાળ્યું નહીં ને બાયડીઓને સીધે રસ્તે ચલાવી નહીં તેનુ એ ફળ છે, મહારાજના દરશન કર્યા વિના ખવાય નહીં, મહારાજના પગ ચાંપવા, મહારાજનું નાહેલુંપાણી પીવું, ને થુંક ચાટવું, જેમ મહારાજ રાજી થાય તેમ સેવા કરવી, એવું નાનપણથી એ બાઇઓને સિખવ્યું, તમે પોતે મહારાજના લુંડા હોય તેમ વર્ત્યા, ને હવે ફરીઆદ આવો છો તેનો શો મેળ ? એ સાંભળી વૈષ્ણવો નિચે માથે ચાલતા થયા, ને જ્ઞાતિ મેળવી બંદોબસ્ત કરવા લાગ્યા. વીજીઆનંદ, તમે પણ એવી જ મુરખાંઈ કરી છે. જગત કર્તાના ડહાપણ ઉપર વિસવાસ ન રાખ્યો ને ફોગટ ફાંફાં માર્યા. હવે શીરપર જુતીઓ પડે છે તે મુગા મુગા ખાઈ પસ્તાવો કરો કે તમારી ભૂલ જોઈ બીજા ચેતે. પણ ખબરદાર, એ ચંદા ઉપર જુલમ કર્યો તો તમે તમારી વાત જાણશો. શકત સજા કરીશ એ નક્કી માનજો. તેની જોડે ટંટો નહીં કરવાના રૂ ૫૦૦) ના ફેલ જામીન આપો. જાઓ પેલો કારકુન લેશે." સિપાઈ વીજીઆનંદને કારકુન પાસે લઈ ગયો.

હરિનંદ - થાણદારસાહેબ મારી ઓરતને પણ એ સાંઈ લઈ ગયો છે, ને કોણ જાણે ક્યાં સંતાડી મેલી છે તે જણાતું નથી, હજી તે પકડાઈ નથી.

પઠાણ – નથી પકડાઈ, એમ કે, ને તે ગઈ તેને આગલે રોજ શો ટંટો થયો હતો ?

હરિનંદ – હશે સાહેબ, ઘર છે.

પઠાણ – ઉં ઉં, હશે, ઘર છે ! ને સાસુ વહુની મોટી વઢવાડ થઈ પછી શું થયું ? તેં શું કર્યું ? કેમ જવાબ આપતો નથી ? નીચું માથું કેમ કરે છે ? નિર્બળ નારીઓને મરણતોલ મારવાનું ક્યાં, ને