પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૧૫
 

એવું દીસતું નથી. એ જીવશે એવી મને આશા નથી, માટે હું તને છુટો રહેવા દઈ શકતો નથી; એને આરામ થતાં સુધી તારે કેદમાં રહેવું પડશે. એને કરાર થશે તો શકત માર મારવાનું તારા પર કામ ચાલશે; પણ જો એ તારા મારની અસરથી મરશે તો તારાપર ખુનનું તોહમત મુકવામાં આવશે, ને તે સાબીત થયે ગરદન મારવામાં આવશે. હવાલદાર એને બંધીખાનામાં પુરો; લઈ જાઓ એ કેદીને.