પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
सासुवहुनी लढाई
 

ડુંડ ચંપાય છે, છાતી છુંદાય છે તેથી ઉંઉં થઈ જાય છે, હલકા કે ખાલી વાસણ મેલો. રાણી કહે ચુપ રોહો એતો આવ્યા.

વજીર આવ્યા તેમને હીંચકે બેસાડ્યા, ને રાણી સામી હાથ જોડી ઉભી રહી, ને કહે ગરીબ ઉપર મોટી રેહેમ કરી. વજીર કહે એમ ઉલટું શું બોલો છો, તમારા દરસણથી આજ મારો જનમારો સફળ થયો. પાદશાહ તમને નક્કી લઈ જશે માટે ઘેર ચાલો, બે દિવસ મારા ઓરડામાં સંતાડી રાખીશ ને પછી તમારા રાજા કને રાત્રે મોકલાવી દઈશ, મને જરા પાણી પાઓ. હાજી કહી દાસી ભણી નજર કરી કે તેણે સોનાના પ્યાલામાં પાણી હાજર કર્યું. રાણી કહે કાંઈ ખાશો. વજીર કહે નાજી, બે ઈલાયચી આપો. રાણી કહે હાજી, પાન લો. સોપારી લો, જાયફળ, જાવંત્રી, તજ, એલચી આ બધું તઈઆર છે. એટલે લુંડી ઘભરાતી આવી. રજપુતાણીએ પૂછવું કેમ અલી શું છે ? લુંડી કહે જી બારણે પાદશાહ આવ્યાની ખબર આવી.

વજીર - પાદશાહ આવ્યા ? નહીં જો ફરીને. તેઓ તો મધરાતે આવનાર છે.

લુંડી – હાજી ખરી વાત છે. આપોઆપ આવ્યા.

વજીર – અરે ખુદા ! મારું આવી બન્યું. એ તો બડો ખરાબ આદમી છે, અહીં આજ ઠેકાણે મારાં ધડ શીશ જુદાં કરશે, એની આંખમાં બહુ ઝેર ભર્યું છે, ને મોટો મીજાશી છે, ઘણો તમાશી છે. ઓ રાણી સાહેબ મને સંતાડો, વેહેલાં થાઓ, મારો પ્રાણ ઉગારવો હોય તો કોઈ અંધારા ખુણામાં મને ઘાલો ને ઉપર ગોડદાં ઢાંકો, તે નીચે બફાઈ મરીશ તે ઠીક પણ પાદશાહની નજરે પડીશ તે ખોટું; તે મને ગરદન મારશે.

રાણી – એવો અંધારી ખૂણો તો આ ઘરમાં નથી, પણ પેલી રાંડ લુંડી દળે છે તેની પાસે એક ખાલી કોઠી છે. તેમાં ઉતરી બેસો. હું ઉપરથી માટલું ઢાંકીશ.

વજીર – સારૂં તેમ કરો.

વજીરને કોઠીમાં ઉતાર્યા, ને પાદશાહ આવ્યા. અદબ બજાવી પાદશાહને પલંગે બેસાડ્યા, અતર લાવી આગળ મુક્યું, ગુલાબજળ છાંટ્યું, ફુલના તોરા ને હાર પહેરાવ્યા, ખુશબોદાર અગરબતી સળગાવી, ને પુછ્યું કાંઈ આરોગશો. પાદશાહ કહે ભુખ તો નથી પરંતુ તમારા હાથનું આ પહેલી મુલાકાતે કાંઈ