પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૪૩
 

નામ દઉં ને પુરાવો આપું. મુસલમાનીના ઘરમાં જઈ રહે છે તેને તમે શું કરો છો ! શૂદ્રિને ઘરમાં રાખે છે, ને તેના પેટના છોકરાં તેના ઘરમાં રમતાં કોહોતો આ ઘડી દેખાડું, કલાલની દુકાનમાં ને ચક્રમાં બેસતાં કોહો એટલાને પકડી આપું. આપણા ગામથી અધગાઉ પર તાજપરું છે તેમાં હરીઓ સવાશી રહે છે તેના મકાનમાં ગઈ અસાડી પુનમે શું બન્યું હતું? કોણ તેથી અજાણ્યું છે ? આખો મુલક જાણે છે. બસે આદમીના દેખતાં માંસ મદીરા ખાઈ પી અલમસ્ત થઈને તોફાન કરનારાના નામ તમે સહુ જાણો છો; એક બે હોય તો ડરે પણ પચીશ પચાશ થયા તેમને શાનો ભય ! નાગર બ્રાહ્મણના છોકરા, આજે જેઓ પત્રાજી કરે છે તેમના ઘરના, શું શું કરે છે તે કહી સંભળાવું? આજ શાસ્ત્રને કોણ માને છે ? શાસ્ત્ર પ્રમાણે કોણ ચાલે છે ? કહો એટલા અનર્થ બતાવું.

વિજીઆનંદ કહે એમ મભમ શાને રાખો છો લો હું નામ દઉં.'

એ સાંભળી પાંચ સાત જણે મળી તેને બોલતો અટકાવ્યો, કહ્યું ભાઈ એથી ટંટો વધશે, ને મારામારી થશે. આજ લઢાઈ પતાવવા મળ્યા છીએ, વધારવા નથી મળ્યા. વળી પેલા ગૃહસ્થ નાગરો આપણામાં પગ ઘાલવા આવશે, બાર ગામવાળા જાણશે માટે છાનામાના માંહોમાંહે પતાવી દો. નાત ગંગા છે. નાત જમી રહે છે ને ઢેડ પડે છે, બધાને અડે છે, કોણ ઘેર જઈ નાહે છે ?

જગનનાથ પાઠેક – ભૂદેવો મારી વિનંતિ સાંભળશો. તમે સૌ જાણો છો કે મારે કોઈનો પક્ષ નથી. આ દવે, જાની, ને દીક્ષત બોલ્યા, એમાં નાતને શો લાભ છે? કાંઈ નહીં. ઉલટું નુકસાન છે. એથી વેર વધે છે; એથી પરનાતિઓમાં આપણી હાંસી થાશે, તિરસકાર થાશે. હું તો સાચું હશે તે કહીશ. કાળ નઠારો છે, તેનાં ફળ આપણી જ્ઞાતિમાં દેખીએ છીએ, ને બીજીઓમાં પણ દેખીએ છીએ, ઔદિચ, મોડ, મેવાડા, શ્રીમાળી, રાયકવાળ, આદિ બ્રાહ્મણોમાં પણ એવું જ છે, વાણીઆ ને કણબીમાં એ છે. તેઓ કહે છે કે જુલમથી બચવાના બે ઉપાય છે, જુલમ કરનારનો પરાજય કરવો, અથવા તેને છેતરવો. પોતપોતાની જ્ઞાતિની જોડે જયપૂર્વક હાલ લઢી શકતા નથી માટે ગુપ્ત રીતે કરીને જુઠું બોલીને છેતરીએ છીએ હવે વધારે શું કહું ! આપણી જ્ઞાતિમાં વિરોધ ઘાલવો એ ખોટું છે, એનું પરિણામ રૂડું નહીં થાય. નાત ગંગા છે, ને સહુ સહુની જ્ઞાતિના ધણી છે આગળ આપણામાં લાંચીઆ ચમારનું અને મોચી મામાનું એવાં બે તડ પડ્યાં હતાં. એવું સાંભળ્યું છે. ૨૫ વરસ સુધી વઢી મુવા પછી પાછા એકઠા થયા. આખી દુનીઆંએ ફજેતી જોઈ, હજારો રૂપીઆ ફોગટ ખરચ થયા, ને ઘેર ઘેર કંકાસ