પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
 

તે તેનામાં નહોતાં. અનપુણા બાહાર લોકમાં તો સભ્ય, ભલી, ને જેના બોલવાના ડહાપણનો પાર નહીં, એવી હતી, પણ ઘરમાં કઠોર, નિરદય અને જુલમી હતી. તે એમ સમજતી કે વહુવારુઓ દાશીઓ છે, તેમના ઉપર જુલમ કરવો એમાં પાપ નથી. પોતે પોતાની સાસુ તરફથી બહુ દુખ વેઠ્યું હતું, તેથી તે જ્ઞાની ન થતાં ઉલટી દુષ્ટ થઈ હતી. સાસુ મરી ગઈ ત્યારે લોકને દેખાડવાને રોઈને કુટ્યું, પણ મનમાં ઘણી ખુશી થઈ, ને પોતાના મનને કહ્યું હવે મને ગાદી મળી છે, જો હવે હું કહેવું રાજ ચલાવું છું.