પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
सासुवहुनी लढाई
 

હું અબળા જાતી ને જુવાનીમાં છું. મારી લાજ રાખનાર તમે છો, મારૂં હવે શું થશે. ઓ મારી માડી મેંતો આવું દુઃખ જનમમાં દીઠું નથી. એમ પરમેશ્વરને તથા માબાપને સંભારે. એનું રૂદન સાંભળી લોકનું ટોળું વળ્યું. તેમાંના કેટલાકને ઘણી દયા આવી. તેમણે એને છાની રાખીને સહલા આપી કે તું શીરોઈ જા, ને તારો સ્વામી ખોવાયો છે તે રાજાને જાહેર કરે તે ગામે ગામ ખોળ કરાવશે. વાધે માર્યો હોતતો ક્યારનીએ ખબર આવી હોત. તારો વર ભુલો પડ્યો જણાય છે, પણ જીવતો છે એમાં શક નથી. ગામના લોકે ગાડું કરી આપ્યું ને મુખીએ એક રાવણીઓ આપ્યો.

શીરોઈ જઈ રાવણીઆ જોડે પાધરી દરબારમાં ગઈને રડવા લાગી. કારભારી કે રાજા જોડે કોઈ દિવસે જેણે વાત કરી નથી તેને પ્રથમ બોલાવું કઠણ પડે છે, તે સાથે આતો સ્ત્રી ને વળી આવી આફતમાં. સાંજ પડી હતી, ને રાજાને આરતી થતી હતી તે વેળા તે જઈ પહોંચી. કારભારીના પુછવા પરથી રાવણીઆએ બધી હકીગત કહી. કારભારીએ રાજાને કહી. એ વેળા પાટવી કુંવર પણ પોતાના બાપની કને બેઠો હતો. રાજા ને કુંવર બંને ઘણા ભલા ને દયાળુ હતા. તેમણે એને દરબારને ઉતારે મોકલી, ચાકરી કરવાને એક બાયડી, અને એક માણસ એના સ્વાધીનમાં કર્યાં, સીધું ચાલતું કર્યું, તથા તેજ વખતે પોતાનાં સઘળાં ગામોમાં એના ધણીની ખોળ કરવા આદમી દોડાવ્યા.

બીજે દિવસે એમાંનો એક આદમી ખબર લાવ્યો કે વાઘના ભોથી નાસતાં વેવર ગામના પાદરપર એક ઊંડા ખાડામાં એ જેસંઘ અંધારાને લીધે પડી ગયો ને તેથી જમણા પગનો નળો ભાંગી ગયો. આખી રાત બુમો પાડી. મોટા પરોઢીઆમાં ખેતરમાં જનારા લોકે તેનો સાદ સાંભળ્યો, ને ખાડામાંથી કહાડી ખાટલા ઉપર સુવાડી ગામમાં લાવ્યા. એક રબારીએ હાડકાં બેસાડ્યાં ને મલમપટા કર્યા છે, પણ ટાંટીઓ બહુ સુજ્યો છે, ને તાવ મસ આવ્યો છે. રાજાએ ડોળી મોકલી, તેમાં તેને સુવાડી શીરોઈમાં આણ્યો. બે માસ મંદવાડ ભોગવ્યો ને ખાટલે રહ્યો. એની વહુએ બહુ જ સારી ચાકરી કરી. જો કે તે આ વખતે ન હોત તો એ ભાગ્યે સાજો થાત.

કરાર થયાથી અજમેર જવાને જેસંઘ રાજાની રજા લેવા ગયો. રાજાએ ખુશી થઈને શરપાવ આપ્યો; એની સ્ત્રીના સદગુણ વખાણ્યા, ને કહ્યું તમારી મા એમ ચાલી ગઈ તે ઠીક નહીં કર્યું. જેસંઘ બોલ્યો મહારાજ ખરી જરૂર જણઈ હશે તેમાં ગઈ હશે; મારા વિના તેને બીજું કોઈ નથી માટે મારા લાભને સારૂજ