પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
सासुवहुनी लढाई
 

અઘરણીને ચાર પાંચ દહાડા રહે છે ત્યારે સમીસંજ્યાએ ધેણ ઘરાણાં પહેરી સાસરે આવે છે ત્યારે આખા ગુજરાતમાં, નામ જે ઠેકાણે હોય તે પોતપોતાના ભાઈ, બાપ, વેહેવાઈ વગેરેના મુકી, સાસરીઆં ગાય છે તે ગીતો -

“ફાગણમાસે વસંતના દહાડા, ઘરમાં વહુવારૂએ માંડ્યારે રાડા. ચંદન ઘસી ઘસી વાલેરે ગોળી, આવે રે ગુસાંઇડો ને ખેલે હોળી. આજે ગોરીને ગુંસાઇડોરે ત્રીઠો, ધેણને ચુડલેરે અમીરસ મીઠો. ધેણ કહેતીરે હુંતો ફટક ફુટડલી, નણદ દેરાણીએ લીધી મારી પુઠડલી. ધેણ કહેતીરે હું તો કાંઇનવ જાણું, ટચલી આંગળીએ નાવલો નચાવું. ધેણ કહેતીરે હું તો કાંઈ નવ જાણું, ચાલતા ગાડાનું પૈડું રે તાણું. ધેણ કહેતીરે મને વાનારે ગોળા, વાનેરે ગોળે ભરાવ્યા ખોળા. ધેણ કહેતી મને વાની અરજ, વાનીરે અરજે કરાવ્યા ખરચ. નહિ દહાડી, નહિ મુછ, નહિ રે નિમાળા, એશું કીધું મારા રવીનારાયણ બાળા. હું શું કરૂ રે ધુતારીના ચાળા. ધેણના નાવલીઆ ધેણને અંન ન ભાવે. સુતારે સુખડીઆને રવીનારાયણ જગાડે. હાંરે હાંરે સુખડીઆ તું મોડાંતીનો ભાઈ, સુખડી લાવજે સોડમાં સાહી, રખે જાણે મારા મણીનારાયણ ભાઈ; મુજને વગોવશેને તુજને ધબોવશે; મુજને વગોવશે તે ઘરમાં રહી, તુજને ધબોવશેરે બારણે જઈ. ધેણના નાવલીઆ ધેણને પાન ન ભાવે, સુતારેતબોળીને રવીનારાયણ જગાડે. હાંરે હાંરે તંબોળી તું મોડાંતીનો કાકો, પાનનાં બીડલાંતે વાળી વાળી આપો. રખે જાણે મારા હરીનારાયણ મામા ઈત્યાદી.

હાથ કાંસકડીને ખસવટે નાડાં, માથુ ગુંથાવવા ધેણ ચાલ્યાં. ધેણનુરે માથું કોઈ ગુંથી ન જાણે, ગુંથાવી ન જાણે, ગુંથે મારા મણીનારયણની રાણી. મણીનારાયણની રાણી છબીલીવહુ ઠકરાણી, તેણે મારી ધેણ શણગારી. પાટણ દેશના પટીઆંરે પાડ્યાં, નાડાં ઘાલ્યાંરે નડીઆદી.

છાંડ્યાં છુડ્યાં પકવાન તે કાંહાં ગયાં વહુરે; આવ્યાં હતાં પીએરીઆં તે ખાઈ ગયાં સહુરે. ફાટાં ટુટાં મસોતાં તે કાંહાં ગયાં વહુરે; આવ્યાં હતાં પીએરીઆં તે પહેરીગયાં સહુ. ખાળ કુંડીનાં પાણી તે કાંહાં ગયાં વહુરે; આવ્યાં હતાં પીએરી તે પી ગયાં સહુ. ઇત્યાદી.

સુનાના ટાચકડા ને હીરલાની દોરી, હું તમને પુછું મારી મોડાંતીરે ગોરી, તમારી રે સાસુજીએ શી સાધર પુરી.*[૧] ઉનાં ઉનાં ખાજાં ને ઉતરતી જલેબી, તેરે ખાઈ ધેણ ઓરડે સુતાં. રાતના ચાર પહોર ધસમસ ઘોર્યા; સાસુના જાયા


  1. * બાળાબેન કૃત અમદાવાદનાં ગીતોની ચોપડીમાં આ ગીતમાં પાઠ ફેર છે, “ગોરા ગોરા પાંચાને ગોરી કળાઓરે, હું તમને પૂછું મારી ધન વહુ ગોરી રે.” બીજો જુજ ફેર છે.