પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
सासुवहुनी लढाई
 

કુતરી કોકા દઈ વળ્યાં, બિલાડીએ પાડ્યાં નામ રે.
જોશીના જનોઈ તોડાવીઆં, મહીઆરીનાં વાઢ્યાં નાકરે.
મોતીરામ ગોલાનું ઘર પુછીને જાજો, મનસુખરામ, જોઈતારામ,
બે બેઠા ઘંટીએરે. એક કહે જાડુંને એક કહે જીણું, વચમાં પડ્યું છે થુલું.
પાછું ફરીને તમે જુવો રે મોડાંતી, તમારી માડીની આંખમાં પડવું છે ફુલું.

છાયલામાં છાયલું, રૂપીઆમાં પાયલું, ખીરોદક ખસમસીઆંરે,
ધેણનારે સસરા વેહેવારીઆ, ઘેર પડે ટંકશાળશે. ચીરરે હોર્યાંને
પટોળાં રે હોર્યાં, રૂપીઆનો આવ્યો ઘેર લાભરે. છાયલામાં છાયલું.
ધેણનારે બાપ દેવાળીઆરે, ઘેર પડે હડતાલ રે. પાડારે મુડ્યા,
ને ભેંસજ મુડી, નીમાળાનો આવ્યો ઘેર લાભરે.

એની માડીએ પાણીડાં મોકલીરે, એ ધેણરાણી.*[૧]
એને વાટે તે તડકલા લાગશેરે, એ છે ધેણ રાણી.
એનો મોતીરામ બાપ તે ચીથરાં વીણશેરે, એ છે ધેણરાણી.
હમારા સુરજ નારાયણ તે ચંદરવા બંધાવશેરે, એછે ધેણરાણી.
એની માડીએ પાણીડાં મોકલીરે, એછે ધેણરાણી.
એને વાટે તે કાંકરા ખુચશેરે, એ છે ધેણરાણી.
એનો ભાઈ તે કાંકરા વીણશેરે, એછે ધેણરાણી.
હમારા મણીનારાયણ કાચ ઢળાવશેરે, એછે ધેણરાણી.
એની માડીએ પાણીડાં મોકલીરે, એ છે ધેણરાણી.
એને વાટમાં દાજણાં દાજોરે, એ છે ધેણરાણી.
એના મામા તે મોજડી લાવશેરે, એ છે ધેણરાણી.
ધેણના મામાજી*[૨] છાંટણાં છંટાવશેરે, એ છે ધેણરાણી. ઈત્યાદિ

મેડીએ બેઠાં શુણો સારંગ ધેણ. વહુવરના વચન શુણજો.
વહુવર માગે છે ઝળ હળ મોડ, જો સંપત હોય તો દેજો.
થોડામાંયે થોડેરાં કરજો, વહુવરના કોડ પુરજો.


  1. *આ ગીતમાં “ધેણરાણી” આવે છે માટે રૂ૫ બદલીને પીએરીમાંથી ગવાતું નથી. આમાંના ઘણાંક ગીતોમાં ધેણને ઠેકાણે બેન મુકીને પીએરીઆં પોતાના વખાણ કરે છે અને સાસરીને ભાંડે છે. સસરાને ઠેકાણે બાપને મૂકે અને બાપને બદલે સસરો પકડાય. ઈત્યાદી.
  2. *મામાજી એટલે મામા સસરા.