પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૫૯
 

નથી. પેલી બીચારી ધનગવરી શાથી મરી ગઈ ? તેના દઈત વરે બુટ પેરેલે પગે ગર્ભસ્થળમાં પાટું એટલા જોરથી માર્યું કે તે બાપડી રીબાઈને મરણ પામી. ઓસડ પંડે કરે નહિ, અને તેની માને કરવાનદે. પેલા જગન્નાથને કેટલે દોહલે કન્યા મળી, પણ પરણ્યા પછી તે બાઈની અવસ્થા જુવો. હાથ પગ બાંધીને કડા સાથે વહુને લટકાવેલી એવું કોઈ નાતમાં બન્યું નથી તે એ કરે છે, ને તે વાંક વગર વળી. પણ સેંકડે એક એવો ભાગ્યે નીકળે. નાગર ગૃહસ્થ અને નાગર બ્રાહ્મણ બધા બઈઅર મારૂં નથી, પણ તેમનામાં એવા મોટા ચંડાળ છે ખરા. અરે ઢેડ પણ એમનાથી સારા, કેમકે તેઓના રદયમાં દયા હોય છે. એવા છેક નઠારા, તથા પહેલા અને બીજા વર્ગની સંખ્યા પ્રમાણમાં આપણામાં ઓછી નથી. જો એ અને બીજી કેટલીક બાબતમાં આપણામાં સુધારો થાય તો આપણે બીજી નાતોથી શ્રેષ્ઠ થઈએ ખરા.