પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૭૯
 

બહાર ગઈ; બાળમિત્રના માથા ઉપર કળશ ઢોળ્યો. અરે બાવા વાટના વટેસરને કળશ શો, ફરી ઢોળો. ફરી તેના ઉપરને તેના ઉપર ઢોળ્યો. વારૂ તો, બાળમિત્રને રાજ આપ્યું, સ્વામિકુમારને પ્રધાનવટી આપી. રાજ કરતાં ઘણાક દહાડા થયા. ચોમાસાના દહાડા આવ્યા રાજાને તો તાઢ વાઈ. જાઓરે બાણ ગુલામો સગડી લાવો. સગડી કીધી. રાજા રાણી તાપવા બેઠાં. રાણી કહેવા લાગ્યા, મહારા કડાં કંઠી સુનાનાં સાંકળા, વેઢ વિંટિ અનંતગાંઠ તેમાં ધોળો દોરો શો. રાણીએ તો ટચક દઇને તોડી નાંખ્યો. રાજા કહે ફઠ ભુંડી ફટ પાપણી એણે હું કુર પામ્યો, કપુર પામ્યો, ગયુ રાજ પામ્યો, દુધ લાવો રે ગોળી પીજીએ. રાજાએ વેહેલાં વેહેલાં દુધમાં ચોળીને દોરડો પીધો. રાણી બાળ, રાણી કાળ, રાણી મારી આંખ લાવ. રાણીને તો નફર લઈ જાય છે; ઝોળો થતાં મોહોળો થાય, શરદરુતુના તડકા. રાણીને પગે ઝળઝળા ફોલ્લા ઉઠવા માંડ્યાં, અટલ જંગલમાં ઉભાં રાખ્યાં. માબાપના થાનના દુધ નથી પીધાં એટલા તમારાં દહી દુધ ખાધાં છે, તમને કેમ મરાય, તમે તમારો જીવ જીવાય ત્યાં જાઓ. વાઘ વરૂની આંખ, સસા સીયાળની આંખ રાજાના પગતળે મુકી; રાજાએ કચરી નાંખી. રાણીતો ભરડાની ઝુંપડીમાં ગયાં. ભરડો તો ભીક્ષા લેવા ગયો હતો. આખું આપતાં ત્યાં ફડસ આપી, ફડ આપતાં ત્યાં કકડો આપ્યો, કકડો આપતાં ત્યાં હુંકારો દીધો. ભરડોતો આકળો ને દુકળો ઘેર આવ્યો. ઘેર આવીને ઝુંપડી ઠોકી. અરે બાવા આજતો મને ભીક્ષાએ ના જડી, ને મારી ઝુંપડીએ નથી ઉઘડતી, કોણ છે કોણ નહીં. દૈવ છે, દાનવ છે, ગણ છે, ગંધ્રવ છે, ભૂત છે, પ્રેત છે, ડાકણ છે, સાકણ છે, સ્ત્રી હશે તો બેટી કરીશ, પુરૂશ હશે તો બેટો કરીશ.

નારે બાવા દેવ નથી, દાનવ નથી, ગણ નથી, ગંધ્રવ નથી, ભૂત નથી, પ્રેત નથી, ડાકેણ નથી, સાકેણ નથી, એમ કરી બાર ઉઘડ્યાં. બાપજી બાપજી હું તો તમારે ઘેર પરોણી આવી. ભરડો કહે આવી તો બાર વરસે આવી, રૂડી ભીક્ષા તું ખાજે, ભૂંડી ભીક્ષા હું ખાઇશ; મારે ઘેર બીજોરૂં થયું, છડો સાથીઓ કરી મુકજે, સરોવર ઘડો ભરી મુકજે, પાત્રી વીણી મુકજે, હું ભીક્ષા લેવા જાઉં છું. રાણી પાણી લેવા જાય તો સરોવર સુકાઈ જાય. પાટલા ધોવા બેસે તો કાગડા ચાંચ મારી જાય, ફુલ લેવા જાય તો ભમરા ચટકાવે, સાવરણી લેવા જાય તો સાપ ફંફવાડે, છાણ લેવા જાય તો કીડા ખદખદે, પેલી તો બેશી રહી. ભરડો તો ભીક્ષા લઈ આવ્યો. દીકરી દીકરી તુંતો કોઈ દીકરી નથી વેરણ છે, તેં તો કંઈ કરી નથી મુક્યું. રાણી કહેવા લાગ્યાં બાપજી હું શું કરું મને તો