પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
 

તરસ્યા છે ? હા મહારાજ રાણી ભુખ્યાં, રાણી તરશ્યાં. રાણીનેતો કહાણી વીસરી. રાજાએ પ્રધાનને તેડી પડો વજડાવ્યો જે આટલી વેળા કોઈ ભૂખ્યું, કોઈ તરશ્યું છે ! વલવલતી વહુ બહાર નિકળી, મારાં બાઇજી ભુખ્યાં તરશ્યાં. ડોસી કહે છે વહુ રે તુંતો વહુ ન કહીએ વેરણ કહીએ, તમનેતો કહાણી કહેવાનું પડવું એમને તો અમારું પડ્યું. ભાભાજીને રામરામ કહેવડાવે છે; દીકરા દેશાંતર ગયા છે; દીકરી દુઆળી થઈ છે, વહુવારૂ પીએર ગઈ છે, તારી રાણીની કહાણી કોણ સાંભળે ? છ માસ વારાનું કાપડું લાવ્યા, સળી સરખી જુવાર લાવ્યા, સળ્યું સરખું સોપારી લાવ્યા. ડોસીનેતો અગલી બગલી કરીને લઈ ગયા. રાણી કહાણી કહે, ડોકરડી હુંકારો દે. એક હુંકારે અણકલી, બીજે હુંકારે ઠણકલી, ત્રીજે હુંકારે સોળ વરસની સુંદરી થઈ. પાંચ દાણા ફીટી પાંચ મોતી થયાં; મંદિર માળી, ગોખ જાળી, અવાસ કૈલાસ. ડોસીને ત્યાં જડીઆ જડે છે; ઘડીએ ઘડે છે, ભાભાજી દોહીત્ર પુત્ર ભણાવે છે; દીકરા વહાણ પુરીને આવ્યા છે; દીકરીની છળીઆળી છુટી છે; જમાઈ ઝુવાર કરી જાય છે; વહુવારૂને રણજણ વેહેલ જાય. છે; એવું સૌ થઈ રહ્યું છે. ડોસી તો વમાસતી વમાસતી ઘેર ગઈ. મેં રાણીની કહાણી સાંભળી મારી ઝૂંપડી હતી તેઓ ટળી. વલવલતી વહુ બહાર નીકળી, આવો બાઈજી આપણાં ઘરને આપણાબાર, આપણે રાણી ત્રુઠી કે રાણીની કહાણી ત્રુઠી. ડોસીએ મોતીની થાળ ભરી, ઉપર ફોફળ બીજોરું મુક્યું, વાજતે ગાજતે રાણીને વધાવવા ગયાં. રાજા રાણી મહેલમાં સોગઠે રમતાં હતાં. રાણી મોહોલમાંથી હેઠાં ઉતર્યા. તહીં તરફડીને રાજ બેઠા, કોઈ લુટવા લાગવા મળ્યા છો ? ના માહારાજ તમને લુટવા લાગવા કેમ મળીયે ? તમારી કહાણી સાંભળીને તમને વધાવવા આવ્યા છીએ. રાણી કહે મને શું વધાવો છો, વધાવો રૂડા સિદ્ધિવિનાયકને, જેણે સીધાં કાજ કીધાં. પહેલા ત્રુઠા ફુલ બડવાને, પછી ત્રુઠા ઇશ્વર પારવતીને, પછી ત્રુઠા સ્વામિકુમારને, પછી ત્રુઠા બાળમિત્રને, પછી ત્રુઠારાજાને, પછી ત્રુઠા રાણીને, પછી ત્રુઠા ડોકરડીને, પછી ત્રુઠા છોકરડીને. સિદ્ધિવિનાયક ત્રુઠા શું દે ? ધન દે, ધાન દે, પુત્ર સંતાન દે, કુંવારે વર દે, ન ઘરાંને ઘર દે, આંધળાને આંખ દે, પાંગળાને પગ દે, કોઠીએ કણ દે, પેટીએ ધન છે જંબા થાળી, પહેરવા ફાળી, ગાંઠે રોકડું, જંબા ચોપડ્યું, ધમધમતું ગાણું, ઝૂલતું પારણું, એવી શ્રી સિધિવિનાયકની રાણી, હોઢે પહેરે જરીની સાડી, કંઠે કરે કાવલો હાર, નિત્ય કરે મોતી શણગાર, ટાટલા પ્રમાણે ટોટી, આમળા પ્રમાણે મોતી, હીંસે ધોળે, વહુવર હોળે, પડપૌત્ર વહુ રાંદીને પીસે, (પીરસે) એવું સૌ આંખે દીસે. જે