પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
સાહિત્ય (ચાલુ).

 છે. ” જે કવિતા માત્ર બોધપર હોય છે અને બોધને જ પ્રધાન વિષય કરે છે તેમાં કવિતાના મૂળ રસની ખામી રહે છે. બોધ એ કવિતાનો આડકત્રો ઉદ્દેશ છે. કવિતાના રસમાં હૃદય ડૂબે, ઉંચા પ્રકારનો આનંદ પામે અને તેની સાથે હૃદય પરભાર્યું બોધ પણ પામે એમાં જ કવિની કુશળતા છે. આપણા આ ભક્ત કવિની કવિતા એ સર્વ દોષથી મુક્ત અને ખરેખરા ભક્તિરસથી પરિપૂર્ણ હોવાથી ગુજરાતી સાહિત્યમાં તેણે એક અપૂર્વ પદ્વી પ્રાપ્ત કરી છે. કવિનું હૃદય ભક્તિથી ઉભરાઇ, ઇશ્વરલીલાથી મોહ પામી ભક્તિ અને પ્રેમનો ઉદ્‌ગાર વાસ્તવિક સ્વરૂપે પ્રગટ કરે છે; તેમ જ વાંચનારના હૃદયને રસમાં લુબ્ધ બનાવી પોતાની જોડે ઈશ્વર તરફ દોરી દિવ્ય અંશનું ગ્રહણ કરાવે છે. ઉચ્ચ કવિત્વને આનંદ અનુભવતાં સદ્‌બોધ તો એની મેળે જ પ્રાપ્ત થાય છે. ઉત્તમ બોધ પળપળે મળતો છતાં ચિત્તને તે કવિત્વથી ભિન્ન લાગતો નથી. કોઈ બોધ કરતું હોય એવો ખ્યાલ પણ આવતો નથી. કવિતાનું આજ પ્રયોજન છે.

આનંદ વિના કેવળ શુદ્ધ બોધ આપો એ કવિનું કર્તવ્ય નથી.


    પ્રમાણે ભરૂચથી એક ભજનીઓ આવ્યો હતો. એનું ભજન સાંભળવા એમણે પોતાના પ્રતિષ્ઠિત મિત્રોને પોતાને ઘેર તેડીને સમારંભ કર્યો હતો. બધા આવ્યા, બેઠા, ભજનનો આરંભ થયો અને મહારાજે રસમાં આવી જઈ ભજન ગાવા માંડ્યું. રણછોડ ભક્તનું ‘હું તો તને વારૂં રે–તેં તો આ શું કર્યું રે’ એ પદથી ભજનનો આરંભ કર્યો. એ પદમાં ઓછામાં ઓછી પચાસ સાઠ ગાળોનો સંગ્રહ છે ! ભક્તરાજે ગાતાં ગાતાં અદા કરવા માંડી ! શ્રોતાને સંબોધતા હોવાથી જૂદા જૂદા ગૃહસ્થો તરફ લાંબા લાંબા હાથ કરવા માંડ્યા ! મોઢેથી ભજન લલકારીને એકને “હૈયા ફુટ્યા” બીજાને “તું લૂણહરામ” તો ત્રીજાને “તારી માને દીધો જોઈએ ડામ ” એમ લલકારવા માંડ્યું ! પ્રથમ કુતુહલતાથી મિત્રોનાં માંપર સ્મિત છવાતાં મહારાજ વધારે ઉશ્કેરાયા અને ગાળ પર ગાળ ભરેલું આ પદ ગાવા માંડ્યું ! છેવટે મિત્રો થોડી થોડી વાર બેસીને ઉઠી જવા માંડ્યા. શેઠ–ને મુકવા જતી વખત અમારા મિત્રે દાદર આગળ, વહેલા શું ઉઠી જાઓ છે ? વધારે બેસો. એમ આગ્રહ કર્યો. એ બિચારાને બહુ જ ખોટું લાગ્યું હતું તેથી સભ્યતા મુકીને કહેવાઈ જવાયું કે– ભાઈ આ ગાળોનો વર્ષાદ ક્યાં સુધી ખમાય ? ! બધાંનાં મન ખાટાં થઈ ગયાં અને ભક્તરાજને અડધા કલાકમાં ભજન સમેટી દેવાનું કહેવું પડ્યું !