પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
સાઠીનૂં વાઙ્ગમય.

 ‘સારી રૂપકગ્રંથી ગુંથવી એ કાવ્યકળામાં અઘરામાં અઘરૂં કામ છે. એમાં રસ કલ્પનાદિનો જેટલો ખપ પડે છે તેટલો જ બલ્કે તેથી પણ વધારે તોલન પ્રથક્કરણાદિક શક્તિનો પણ પડે છે. રૂપક ગુંથનાર એક કવિ તેમ જ સારો તત્ત્વવેત્તા જોઇએ. એ કારણથી દુનિયામાં થોડી જ રૂપકગ્રંથીઓ સારી નિવડેલી છે, અને દોષ રહિત હોવું એ તો મહા દુર્લભ છે. કવિશિરોમણિ પ્રેમાનંદ પણ ‘વિવેક વણઝારા’ માં કેટલેક ઠેકાણે લથડી ગયો છે, પણ રસભાગ એનો આબાદ હોવાથી તે સાધારણ વાંચનારના લહ્યામાં આવતું નથી. રૂપકગ્રંથનું પહેલું ખોખું શાંત અવલોકન અને બારીક તોલનશક્તિની જ સહાયતાથી ઘડાય છે, એમાં પછીથી રસકલ્પના આવી તેમાં જીવ મુકે છે, ત્યારે તે મૂર્તિ તેજોમય થઈ રહે છે. ગમે એવાં રૂપાળાં પણ નિર્જીવ મુડદા કરતાં કાંઈક બદશીકલ પણ આરોગ્યતા ને તેજીથી ભરપૂર એક ચહેરો ઘણો વધારે મનોહર લાગે છે તેમ જ આ મહારૂપકનું પણ છે. જો એમાં રસરૂપી જીવ નથી તો તત્ત્વજ્ઞાને આપેલાં હાડપાંસળાં કેવળ મિથ્યા અને કંટાળો ઉપજાવનારાં છે. એ જ કારણથી ‘જીવરાજની મુસાફરી’ માં તત્ત્વજ્ઞાનની ચોટ સઘળે ઠેકાણે આબાદ છે, તોપણ તે કોઈ પણ કવિતાના ભોગીને વાંચવી ગમતી નથી. એ કરતાં ‘હુન્નરખાનની ચઢાઇ’ જેમાં મહારૂપકની છાયા જ માત્ર છે તે પણ તે બહુ રસિક લાગે છે.’ ‘રંગ પૂરીને ઘટતાં વર્ણનથી આ રૂપકને (બુદ્ધિ અને રૂઢિની કથાને ) કેટલું રસિક કરવામાં આવ્યું છે તે જાણવાને માટે અમે એ ચોપડી જ વાંચવાની ભલામણ કરીએ છીએ.’ આ પુસ્તકની ‘ભાષા અત્યંત રૂઢ, સરળ, બહુધા શુદ્ધ અને રસભરી છે. રસની સાથે એ ચોપડી વાંચવાથી ડગલે ડગલે બોધ ને વિચાર કરવાનું મળે એવી છે. ***એ સઘળાએ વાંચવાજોગ છે એમ તો......અમારે કહેવાની જરૂર જ નથી.’*[૧]

અમારા સ્વ. મિત્ર કેશવલાલ નાનપણમાંથી જ ગુજરાતી સાહિત્યના ભક્ત હતા અને તેમને લખવાનો પરિચય હતો. છેક નાનપણમાં ગુજરાતી લખીને જ જીંદગી ગાળવી એવા ઉદ્દેશથી એઓ મુંબાઈ જઈ રહ્યા હતા.


  1. * ગુ. શા. પત્ર.