પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
સાઠીનૂં વાઙ્ગમય.

 યુરોપિયન ગૃહસ્થ જેમણે મુસલમાની ધર્મ અંગિકાર કરીને મુરાદઅલ્લિ બેગ એવું નામ ધારણ કર્યું હતું તેમણે પોતાની છટાદાર ભાષામાં ‘માઉટન ટોપ’ નામે એક લેખ લખ્યો હતો. ગમે તે કારણથી આ વિષય લખાતો બંધ પડ્યો અને મુરાદઅલ્લિબેગના મૃત્યુને લીધે તે સદાને માટે અધુરો જ રહ્યો. આ લેખના વિસ્તાર રૂપી આ નવલકથા લખાઈ છે. એ પુસ્તકનો વિષય, તેની સંકલના અને તેની ગ્રંથી એવા પ્રકારની છે કે કોઈ પણ દેશાનુરાગી પુરૂષના ચિત્તને તે પ્રફુલિત કર્યા વિના રહે એમ નથી. વર્ણન આપવામાં ગ્રંથકારે જે શક્તિ વાપરી છે તે સારી છે, તેમ જ લખવામાં તેના આવેશ અને તેના ભાવ એવા જોશભેર ઉછળે છે કે આપણે ઘણી વાર તેમાં તણાઈ આપણા પોતાના નિશ્ચયસ્થાનથી પ્રચ્યુત થઈએ છીએ. લેખકની આ ખૂબી છે, ને તેમાં સ્વતંત્રતાનું છેવટનું લાંબું ભાષણ એક સારા લખાણનો નમુનો છે. એમાં આપેલા વિચારો એવી શાણી દીર્ઘદૃષ્ટિના છે કે તે રાજભક્તને પણ તેટલું જ આનંદદાયક થઈ પડવાનો સંભવ જણાય છે. આ પુસ્તક લોર્ડ રીપન જેવા ઇંગ્લંડના ખરેખરા રાજ્યસ્થંભ અને હિંદમાં ત્રાતારૂપે સર્વત્ર પુજાયેલા ધર્મવીરને અર્પણ કરવામાં આવ્યું છે. એમનું શુભ નામ જેમ આ ગ્રંથને શોભા આપે છે તેમ જ એ ગ્રંથ તે નામને પણ છાજતા અને શોભા આપતા વિષય ઉપર જ સુંદર છટાથી લખાયો છપાયો છે. ‘ગોડ્ સેવ ધી ક્વિન્’ એ ઇંગ્લંડના રાજગીતનું ગુજરાતી ભાષાન્તર કરવાનું રાસ્તગોફતારના અધિપતિ જાણીતા લખનાર મી. કાબરાજીને સરકાર તરફથી સોંપાયું હતું. એમણે ભાષાન્તર કરીને બહાર પાડતાં તેના ઉપર ઘણા આક્ષેપ થયા હતા. ગુજરાતી પ્રજા તરફથી આવું ભાષાન્તર કરવાનો મી. કાબરાજીનો અધિકાર ચરચાયો. ‘ગુજરાતી’ પત્રે આ ચરચા ઉઠાવીને તેમાં ખૂબ ભાગ લીધો હતો. આને લીધે ઉભય પક્ષનાં દિલ ખાટાં થયાં હતાં. તેવા વખતમાં ‘હિંદ અને બ્રિટાનિયા’ બહાર પડવાથી રાસ્તગોફતારે એ પુસ્તકને રાજદ્રોહી કહીને હુમલો કર્યો હતો. ગુજરાતીના એડીટર–તંત્રીને ચગદી મારવાનો સબળ પ્રયત્ન થયો હતો. આ પુસ્તકનું વાર્ત્તિક ‘ગુજરાત શાળાપત્ર’ માં લખવા બદલ સ્વ. નવલરામ