પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
સાઠીનૂં વાઙગમય

કર્મકાંડનાં પુસ્તકોનાં ગુજરાતી ભાષાન્તર થયાં છે. સંધ્યા, રૂદ્રી, મહિમ્ન, વિષ્ણુસહસ્ત્રનામ, રામરક્ષા વગેરે પણ ગુજરાતીમાં થયાં છે. શ્રીમદ્ભાગવત પુરાણ વગેરે ગ્રંથનાં ભાષાન્તર થયાં છે. જૂદી જૂદી ટીકાઓને આધારે જૂદા જૂદા મતાવલંબીઓએ શ્રીમદ્ભગગીતાનાં પાંચ છ ભાષાન્તર કર્યાં છે. સ્વ. મણિલાલનું ભાષાન્તર સમર્થ છે. શંકરાનંદીને આધારે થયેલું શાસ્ત્રી જીવરામવાળું ભાષાન્તર પણ સુંદર છે. વિષ્ણુબાવા બ્રહ્મચારીનું એક પારસી ગૃહસ્થે બહાર પાડેલું ભાષાન્તર સામાન્ય વર્ગને વાંચવા જેવું છે. રામબાવા, રામગુરૂ અને સ્વ.હર્ષદરાય મહેતાબરાય ધ્રુવે મુમુક્ષોને સારું કે 'પંચીકરણ' પ્રગટ કર્યા છે. સમર્થ ગ્રંથ 'પંચદશી' નાં 'ગુજરાતી પ્રેસ' અને સાધુ પુરૂષ રા.વિશ્વનાથ સદારામ પાઠક એમણે ભાષાન્તરો કર્યો છે. વિશ્વનાથનું પુસ્તક વિદ્દત્તા ભર્યું છે. ગુજરાતી પ્રેસનું ભાષાન્તર લોકોમાં ઘણું વંચાય છે. રા. રા.વિશ્વનાથે ‘શાંકરભાષ્ય-ભગવદગીતા, અને મહિમ્નનાં સારાં ભાષાંતર ભાષામાં ઉમેર્યાં છે. તેમનું 'નચિકેતા કુસુમગુચ્છ' કઠોપનિષદનું ઘણી રસિક વાણીમાં લખાયેલું ભાષાંતર છે, વેદાન્ત જેવા ગહન વિષયનું દિગ્દર્શન થવા સારૂ વાંચવા લાયક પુસ્તક છે. 'પારાશર ધર્મશાસ્ત્ર' અને 'માનવધર્મ શાસ્ત્ર'ના સારા અનુવાદ થયા છે. જૂદાં જૂદાં ઉપનિષદો 'શંકર મહાત્મ્ય' અને 'શંકર દિગ્વિજય’નાં ભાષાંતર પણ હયાતીમાં આવ્યાં છે. રા. કૃ. ગો. દેવાશ્રયીનું 'શંકર દિગ્વિજ્ય' નું ભાષાંતર એક સારો ગ્રંથ છે. ગ્રંથના આરંભમાં શ્રીમચ્છંકરાચાર્યના કાળનિર્ણયનો વિદ્વત્તા ભર્યો નિબંધ મનન કરવા યોગ્ય છે. એ લખવામાં એમને ઘણો શ્રમ વેઠવો જોઈએ. સ્વામીનારાયણના પંથની 'શિક્ષાપત્રી', 'વચનામૃત' તેમ જ બીજા પંથોનાં પુસ્તકો પણ વાંચવા મળ્યાં છે. 'શ્રીમન્નૃસિંહાચાર્યના પંથાનુયાયીઓએ 'ભામિની ભુષણ' અને બીજા ઘણા ગ્રંથો ગુજરાતીમાં ઉમેર્યા છે. 'શ્રીમદ્વલ્લભાચાર્ય પ્રતિપાદિત બ્રહ્મવાદ' અથવા શુદ્ધાદ્વૈત સિદ્ધાન્ત' નામનું વિદ્વત્તા ભર્યું પુસ્તક મર્હુમ જજ્જ લલ્લુભાઈએ ગુજરાતી પ્રજાની રૂબરૂ મુક્યું છે. એજ ગૃહસ્થે 'શ્રી કૃષ્ણલીલામૃત,' 'શ્રી કૃષ્ણલીલામૃત,' 'તત્ત્વાર્થદીપ' વગેરે પુષ્ટિમાર્ગનાં