પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૯
જૈન સાહિત્ય.

 છેલ્લી સાઠીમાં પ્રગટ થઈ ચાલુ રહેલાં જૈન માસિકો. જૈન ધર્મપ્રકાશ નામનું માસિક ભાવનગરમાં ધર્મપ્રસારક સભા તરફથી સં ૧૯૪૧ ના ચૈત્ર માસથી પ્રકટ થવા લાગ્યું છે. એ અત્યાર સુધી ટકી રહ્યું છે. તે દિવસે દિવસે તેના દેખાવમાં તથા લખાણમાં જે સુંદરતાનો ઉમેરો થતો જાય છે તે એ પત્રના કાર્યવાહકોની કુશળતાનો યોગ્ય પુરાવો છે. બચપણમાં તેમજ પહેલી વીશીની પૂર્ણાહુતિનાં સમયમાં તેની સામે જે સ્પર્દ્ધા શરૂ થઈ હતી તેમાં પણ તે પત્રે તેનું જીવન તથા સરસાઈ ટકાવી રાખી, પ્રયત્ન કરનારને પ્રભુ સહાય કરે છે એમ બતાવી આપ્યું છે. આ માસિકમાં આવેલા જીવ અને કર્મ, ચાર ધ્યાનનું સ્વરૂપ, સ્યાદ્‌વાદ, ચતુર્વર્ગ અનુયોગ, સામાયિકનું સ્વરૂપ, તપ વગેરે શાસ્ત્રીય અને સિદ્ધાન્તિક વિષયો લક્ષમાં લેવા જેવા છે. એ પત્ર શ્વેતાંબરી મૂર્તિપૂજક જૈનોનું વાજિંત્ર હોઈ તેમાં તીર્થ રક્ષા, ક્રિયાવિધિ વગેરે બાબતના લેખો પણ સમયાનુકુળ પ્રકટ થતા રહ્યા છે. તેની રૂપેરી જ્યુબીલીનો ભવ્ય પ્રસંગ હમણાં જ ઉજવાયો છે. આ પત્રના લેખક વર્ગમાં ગ્રેજ્યુએટો તથા મુનિરાજોએ દાખલ થઈ પત્રને સારી શોભા આપી છે. રા. રા. કુંવરજી આણંદજી વગેરે ઉત્સાહી કાર્યવાહકો એ પત્રના રજત મહોત્સવ વખતે શ્રીયુત્‌ મનસુખ કીરત્‌ચંદ તરફથી થયેલી યોગ્ય સૂચનાઓ લક્ષમાં લઈ હજી પણ વધારે સારી સ્થિતિમાં એ પત્રને લાવશે એવી આશા છે. સાખામતો તરફ સહિષ્ણુતા બતાવી ઉદાર વિચારોથી શ્રાવક તેમજ સાધુવર્ગના વર્તનમાં વિશેષ સુધારો થતો રહે તેવા પ્રયાસ વધારે જોરથી ચાલુ રાખવાની જરૂર છે. અમને એમ જણાય છે કે આ પત્રના ને આ જૈન ધર્મપ્રસારક સભાના કાર્યવાહકો કેટલાક એવા સારા ગુણો ધરાવે છે કે તેઓ ધારશે તે કરી શકશે તેથી જ આટલી સૂચના કરવાની તક લીધી છે.

૨. સં. ૧૯૪૫ માં અમદાવાદમાં જ્ઞાનપ્રકાશ નામનું એક માસિક પ્રકટ થયું તે હજી પણ ચાલે છે. મિ. મગનલાલ હઠીસીંગ તરફથી તે પ્રકટ થયું હતું. તે પત્રે પોતાની પ્રાચીન પુરાણી ગોકળગાયની ધીમી ચાલમાં ઘણો સુધારો કરવાની જરૂર છે.

૩. સં. ૧૯૫૯ માં ભાવનગરમાં જૈન આત્માનંદ સભા તરફથી