પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૩
જૈન સાહિત્ય.

 વિષયમાં જૈન કોમને જાગ્રત કરી છે એ તેમનું કામ પ્રશંસાપાત્ર અને જાહેર હિંમતનું હોઈ કંઈક ફળદાયી પણ નીવડ્યું છે.

૨.“ જેન” પત્ર જૈન સમાચાર પહેલાં એક બે વરસે અમદાવાદમાં બ્હાર પડતું હતું. ત્યાંથી તે મુંબાઈ ગયું. એ પત્રમાં જે રાજકીય બાબતને લગતા અને ખંડનમંડનના લેખો આવતા તે બાદ કરતાં બાકીના તો કોમના હિતની ચર્ચા કરનારા હોઈ ઠીક પ્રકટ થતા હતા. હાલ પણ તે પત્ર એકંદર કોમની સેવા ઠીક બજાવે છે. સહિષ્ણુતાથી જો જૈનકોમનાં વર્ત્તમાનપત્રો પોતાનું કામ ચલાવે, ઝઘડા ફરિયાદમાં ઉતરે નહિ અને બહારથી આવતા લેખોની પસંદગી કરવામાં જરા વિશેષ મન પરોવે તો તે સારી રીતે કોમને હિતકર નીવડે. “જૈન” પત્રને મુનિમહારાજોના લેખોનો લાભ મળતો રહ્યો છે ત્યારે “જૈનસમાચારને” હજી હમણાં મુનિમહારાજોના લેખોને લાભ મળવા લાગ્યો છે. આ બંને પત્રોને પોતાના ગ્રાહકોને ભેટ દાખલ પુસ્તકો આપવાં પડે છે, ને એ રીતે જૈન સાહિત્યની વૃદ્ધિ થાય છે.

“ જૈનવિજય' નામનું એક અઠવાડીક પત્ર મુંબાઈમાં પ્રકટ થવા લાગ્યું હતું પણ તે હમણાં દોઢેક વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામ્યું છે. તેમાં લેખો ઠીક આવતા. મુનિ મહારાજ ચારિત્રવિજયજીના ઉદાર વિચારને પુષ્ટિ આપનારા લેખો તેમાં વાંચવા જેવા છે. સ્થાનકવાસી અને દેરાવાસી વચ્ચે ભિન્નભાવ ન વધે, પોતાના (શ્વેતાંબરી મૂર્તિપૂજક) વર્ગમાં પણ અંદર અંદર શાન્તિ સમાધાનીની વૃદ્ધિ થાય એવા ઉદ્દેશથી અને વલણથી એ પત્ર બહાર પાડવા લાગ્યું હતું જો કે એ ઉદ્દેશનું અખંડ પરિપાલન થઈ શક્યું નહોતું. પરંતુ એકદરે આ પત્ર સરખામણીમાં સારૂં હતું.

જૈનશાસન નામનું પાક્ષિક પત્ર બનારસ શહેરમાંથી ગુજરાતી ભાષામાં નિકળવા માંડ્યું છે.

આ પ્રમાણે જૈન ભાઇઓએ પણ ગુજરાતી સાહિત્યમાં ફાળો આપ્યો છે. બ્રાહ્મણોને ત્યાંનાં પુસ્તકો પુરૂષોના અવસાન પછી બીજાના વપરાશમાં