પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪
સાઠીનૂં વાઙગમય

ન આવતાં નદી વગેરે જળાશયમાં ડુબાવી દેવામાં આવે છે ત્યારે ઘણા જૂના ગ્રંથો સારી સ્થિતિમાં સાચવી રાખવાનું માન એ ભાઈઓને જ છે. પુસ્તકોના સંભાળ પૂર્વક રક્ષણ કરવાના પ્રચારને લીધે જ સરસ્વતિ દેવીનું પિયેર જૈન લોકોને ત્યાં કહેવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષમાં એ ભાઈઓનો સર્વદા પરિશ્રમ જારી રહે અને તેથી માતૃભાષાને સતત લાભ થાઓ એવી આશા પ્રદર્શિત કરીને વિરમીશું.



પ્રકરણ ૧૦.

સામયિક પત્રો અને છાપખાનાં.

હિંદુસ્થાનમાં છાપખાનું અને વર્તમાનપત્રો ઇંગ્રેજોની તરફથી દાખલ કરવામાં આવ્યાં છે. આ દેશમાં અંગ્રેજોનો પગપેસારો થયાને આશરે દોઢસો વર્ષ વિત્યા બાદ હિંદુસ્થાનની ભૂમિ ઉપર પહેલ વહેલું છાપખાનું અને પહેલું વર્તમાનપત્ર કાઢવામાં આવ્યું હતું. એ વખતે પ્લાસીની જીત મળ્યા ને આશરે પચ્ચાસેક વર્ષ થઈ ગયાં હતાં.

દેશી વર્તમાનપત્રો તો ગયા સૈકાની શરૂવાત પછી જ અસ્તિત્વમાં આવ્યાં હતાં.

આપણા દેશમાં વર્તમાનપત્રો નહોતાં પણ લોકો દેશ પરદેશની ખબરોથી વાકેફ રહેતા. મોટાં બજારમાં દેશ પરદેશના લોકો વેપાર અર્થે એકઠા થતા હોય છે ત્યાં દર દેશાવરની ખબર મળી શકતી. વેપારીઓના કાગળો એક જાતનાં વર્તમાનપત્રની જ ગરજ પૂરી પાડતા. પોતાના કામની હકીકત લખ્યા પછી વર્ષાદપાણી–જાણીતા બનાવો–બજાર ભાવ વગેરે લખવાનો રિવાજ હતો; અને કેટલેક અંશે હાલ પણ છે. ટપાલખાતું સ્થાપન થયાની પૂર્વે વેપારીઓના કાગળો કાશદ લઈ જતા. મોટા મોટા ગામમાં 'મડધો' રહેતો અને એના તાબામાં કાશદો રહેતા. ખાસ જોખમ