પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૭
સામયિક પત્રો અને છાપખાનાં.

એવો વિષય હોવા છતાં વિસ્તારના ભયને લીધે અમારા પુસ્તકમાં દાખલ કરી શકતા નથી.

શરૂઆતમાં વર્તમાનપત્રો તરફ સરકારનો દ્વેષ હોઈ તેમના ઉપર સખ્ત જાપતા નાંખવામાં આવ્યા હતા. સહેજ સહેજ બહાને અધિપતિયોને ઠપકા આપવામાં આવતા; તેમની ટીકા કડવી લાગતી અને ક્ષુલ્લક બાબતો પણ છાપવાની મનાઈ કરવામાં આવતી. તે કાળના–અધિપતિઓ પણ ઠીક જ હતા. ઈ. સ. ૧૭૯૧ માં કેટલાંક સારાં વર્તમાનપત્રો જન્મ પામ્યાં હતાં અને તે સાલથી જ તેમને વિપત્ત પડવાનો આરંભ પણ થયો હતો. આ બધાં વર્તમાનપત્રો યૂરોપિયન અધિપતિયોના હાથમાં હતાં. ઈ. સ. ૧૮૨૩ માં ‘બોર્ડ્ ઓફ્ કંટ્રોલ્’ ઉપર ‘રાઈટ્ ઓનરેબલ્ ઈસ્ટ્ ઇંડીયા કંપની’ ના ચેરમેને એક ખરીતો લખ્યો હતા. આ લાંબા ખરીતામાં ક્ષુલ્લક કારણોને માટે પણ અધિપતિયોને દેશપાર કરવાની અને તેમના ઉપર બીજા પણ સખ્ત ધારાની લંબાણમાં વિગત હતી. સન ૧૭૯૧ થી ૧૭૯૯ સુધીમાં આ વિષયે કાંઈ ધારા નહોતા, છતાં ત્રણ ચાર અધિપતિયાને દેશપાર કરી દીધા હતા, અને ઘણાકને કાલાવાલા કરાવીને માફી બખ્સી હતી. સન ૧૭૯૯ માં વર્તમાનપત્રો સંબંધે સખ્ત નિયમો ઘડાયા હતા. વર્તમાનપત્ર છાપવા પહેલાં સરકારના સેક્રેટરીને અગર બીજા એ કામને માટે નિમાયલા અધિકારીને બતાવવું પડતું હતું.

લોર્ડ હેસ્ટીંગ્સના વારામાં ‘કલકત્તા જર્નલ’નો અધિપતિ પ્રખ્યાત સીલ્ક બકિંગ્હામ ખફગીમાં આવી પડ્યો હતો. લોર્ડ હેસ્ટીંગ્સની મરજી આ માણસ વિષે આંખ આડા કાન કરવાની હતી. પણ તેમની પછી થોડા વખતને માટે નિમાયલા મી. એડમે આ માણસ ઉપર સ્હેજ કામ ચલાવીને તેને દેશપાર કરવાની ગાંડાઈ કરી. તે વખત આ યુરોપિયન અધિપતિયોને વહાણે ચઢાવી પાછા મોકલી દેવામાં આવતા. બકિંગહામ જેવા માણસને છંછેડવાથી અને લોર્ડ હેસ્ટીંગ્સની રાજનીતિ પ્રમાણે ન ચાલવાથી ઘણી પંચાત ઉઠી હતી. બીજા ડરપુ અધિપતિયો જેવો આ સીલ્ક બકિંગ્હામ