પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૯
સામાયિક પત્રો અને છાપખાનાં


સન ૧૪૦૧ ની સાલમાં કેળવાએલા લખનારાઓની તરફથી સાહિત્ય અને વિજ્ઞાનના જુદા જુદા વિષયોની ચર્ચાવાળું ‘વસન્ત’ નામનું અભિનંદન આપવા યોગ્ય માસિક પ્રગટ થાય છે. ગુજરાત કોલેજવાળા, વિદ્વાન પ્રો. આનન્દશંકર ધ્રુવ એના તંત્રી છે. ઉંચી પંક્તિનું આ માસિક પોતાનું ગૌરવ ઠીક જાળવે છે.

ઘણાં વર્ષ પૂર્વે 'પ્રજા અભિલાષ' - નામે એક વર્તમાનપત્ર પ્રગટ થયું હતું એના વિશે એના નામ સિવાય બીજી કશી ખબર મળી શકતી નથી. વર્ત્તમાનપત્રોમાં 'અમદાવાદ સમાચાર' બહાર પડ્યું હતું અને 'શમશેર બહાદુર' મુંબાઈથી અહીં આવ્યું હતું.

“નિત કલમ અમારી
ચાલશે એક ધારી
વગર તરફદારી
લોકને લાભકારી
પણ રસમ નઠારી
જાણશે જે તમારી
ચટ કલમ ચિતારી
દેઈ દેશે ઉતારી ”

મુખપૃષ્ટ ઉપરની આ કવિતામાં 'ર'ને સ્થાને “ડ” મુકીને કોઈએ શમશેરની કરેલી મશ્કરીનું અમને સહજ સ્મરણ છે ! મુંબાઈના 'ડાંડીઆ'એ વિવેક અને મર્યાદા કોરાણે મુકીને બિચાદા 'શમશેર'ને ખુબ બનાવ્યું હતું. શમશેર બહાદુર વૃદ્ધાવસ્થાને લીધે બહુ અશક્ત થવાથી ટગુમગુ ચાલીને મરણ શરણ થયું છે.

ચંદ્રોદયથી ચિત્તમાં ચમકી ડરશે ચોર
પણ નિષ્કપટી પણ જરૂર પામશે જોર'.

મુખપૃષ્ટ ઉપર એ સૂત્ર વાળું 'ચંદ્રોદય’ નામનું એક વર્તમાનપત્ર