પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભિખારો
11
 

બારણું ઝાલીને શામળ લટકી પડ્યો. એ ડબાને પગ મૂકવાની પગથી નહોતી. ધૂળની ડમરીમાં કશું દેખાતું નહોતું. માંડ માંડ લટકી રહ્યે, અંદર પડ્યો. શરીર ઢગલો થઈ ગયું. ગાડી એને નવીનાબાદ લઈ જાય છે.

પડ્યાં પડ્યાં જુવાનને વિચાર ઊપડ્યો : આ મેં શું કર્યું ? હું મફતિયા મુસાફરી કરી રહ્યો છું. જીવનયાત્રાના પહેલા જ પ્રસંગમાં હું ચોરીને લક્ષણે ચડ્યો; અને તે પણ એક રઝળુ અને ડંફાસખોર, ઊતરેલ, દારૂડિયા ભામટાની શિખામણથી ! નહીં નહીં, નવીનાબાદ પહોંચીને પહેલું જ કામ હું રેલવે ઑફિસમાં જઈ, મારી કસૂરનો એકરાર કરી, પૂરું ભાડું ભરી દેવાનું જ કરીશ. મારા બાપુ મારા આ કૃત્ય પ્રત્યે કેવી નજરે નિહાળત ! મારી બાની છબી મારી સંગાથે છે છતાં મેં આ શું આચર્યું !

એકાદ કલાક થયો હશે ત્યારે ગાડી ઊભી રહી. એણે કોઈકનાં પગલાં પોતાના ડબા તરફ આવતાં સાંભળ્યાં. એ ખૂણામાં સંતાઈ ગયો. ડબા પાસે કોઈક ઊભું રહ્યું અને દરવાજો બિડાયો. પછી પગલાં આગળ ચાલ્યા ગયાં. થોડી વાર સુધી ડબા આગળ ગયા ને પાછળ આવ્યાના અવાજો થયા. કપ્લિંગ ઊઘડવા-બિડાવાના ખખડાટ મચ્યા. પછી તમામ સ્વરો શમી ગયા, ચુપકીદી પથરાઈ.

બીજો એકાદ કલાક વીત્યો. કેમ કશો સંચાર થતો નથી ? શામળ થાક્યો. એ ચોમેરથી બંધ થયેલા લોખંડી ડબામાં અંધકાર હતો. જુવાને અકળાઈને ઊભા થઈ બારણાં ખેંચ્યાં, પણ બહારથી તાળું લાગી ગયું હતું.

શામળ ચોંક્યો, આભો બન્યો. આ શું ? નવીનાબાદ આવશે ત્યાં સુધી શું મારે આ કેદખાનામાં પડ્યાં રહેવાનું છે ? પણ આ ગાડી ચાલતી કેમ નથી ?

કદાચ માલગાડી સાઇડિંગમાં ઊભી છે. કોઈ પેસેન્જર-ગાડી નીકળવાની હશે. અરે રામ ! હું એ ગાડીમાં બેઠો હોત તો કેવું સારું થાત ! પણ એમ વિચાર કરતાં તો એક પછી એક કંઈક કલાકો વીત્યા. છતાં ગાડી ચાલતી જ નથી. એક ભંયકર સંભાવના એના મગજમાં