પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
14
સત્યની શોધમાં
 


“ખુશીથી. પણ એક વાર આંહીંથી તો મને કાઢો, મહેરબાન.”

થોડી ચુપકીદી પછી અવાજ આવ્યો: “કાંઈ પૈસા છે કે તારી કને ?”

“હોવે – હોવે. છે, પૈસા છે.”

“ધીરે ભસ ! કેટલા છે ?” અવાજ છાનો બન્યો.

“કાં ! – શું ?” શામળ ન સમજી શક્યો.

“કેટલા પૈસા છે ?”

“એંશી રૂપિયા.”

“લાવ, દઈ દે મને. તો બહાર કાઢું.”

"ભાઈસા’બ ! બધા હું શી રીતે દઈ દઉં ?”

“તો સારું. મરી રહે અંદર.”

“એ ભાઈસા’બ ! ભાઈસા’બ !” શામળે ચીસ પાડી, “આ લો. પણ થોડાક મારા માટે રે’વા દેજો. તમારે પગે લાગું છું.”

પાંચ તારે માટે રાખ; બાકીના દઈ દે. ચાલ જલદી કર. છે કબૂલ ?”

“ભલે.”

“જોજે હાં, પાછળથી તારી ચાલાકી નહીં ચાલે.”

“ચાલાકી નહીં કરું. મને બહાર કાઢો.”

“જો ચાલાકી કરી છે ને તો માથું જ ભાંગી નાખ્યું જાણજે.”

એવો ઘોઘરો અવાજ કાઢીને એ આદમીએ થોડુંક બારણું ઉઘાડ્યું. એના હાથથાં બત્તી હતી. બત્તીના પ્રકાશે શામળભાઈની આંખોને આંજી નાખી.

“હવે લાવ, કાઢ રૂપિયા.” બત્તીવાળા આદમીએ એક બાજુ ઊભા રહીને હાથ લંબાવ્યો.

“આપું છું હો ભાઈસા’બ !” કહીને એણે અંદરના ગજવામાં હાથ નાખી, ચીંથરી છોડવા માંડી : “પણ હું ગણી નહીં શકું, મારી નજર પડતી નથી.”