પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
38
સત્યની શોધમાં
 

બની રહેલ છે. ‘લાયક હોય તેટલા જ જીવે’, ‘મરે છે તેની તો માનવજાતિના કલ્યાણ સારુ પવિત્ર આહુતિ જ અપાય છે !’ ‘કમજોરોને જીવવાનો હક નથી.’ આહાહા ! આ પરમ સત્યો પહેલી જ વાર શામળને કાને પડ્યાં, આખી સમસ્યાઓને ચચ્ચાર આઠ-આઠ શબ્દોમાં સમાવી લેતાં શાં આ વિદ્વત્તાનાં વિધાનો ! પોરે પોરે શામળ કહેતો ગયો કે “ખરું, સાહેબ ! બરાબર, સાહેબ ! હું સમજ્યો, સાહેબ !”

“આ તો જીવનનો – કુદરતનો નિયમ છે, સમજ્યોને ભાઈ !” પ્રોફેસરને એક સરસ શિષ્ય સાંપડ્યો. “આપણે ધર્માદા સખાવતો વગેરે કરીને કુદરતની સંહારલીલામાંથી થોડાંને ઉગારવા મથીએ છીએ, પણ એ કુદરતની વિરુદ્ધ પગલું ભરાય છે. ઊલટું એથી નિર્માલ્યોને, નકામાંને, વધારાનાંને બચાવી લેવાથી આપણે માનવજાતિનું અનિષ્ટ કરીએ છીએ.”

“બરાબર છે, સાહેબ.”

એટલું કહીને શામળે એક નિઃશ્વાસ મૂકી હૈયાનો ભાર હળવો. કર્યો. પોતે કેવો નિરર્થક મૂંઝાતો હતો ! સમસ્યા કેટલી સરળ હતી ! આ બધી તો કુદરતની કલ્યાણમય સંહારલીલા છે. તેમાં ખોટો ઉત્પાત શો ? થોડાં જંતુઓ કે માનવો મરી જાય, તો તેમાં વલોપાત કરવાનું શું છે ? કુદરત કદી ચૂક કરતી જ નથી. એ પ્રોફેસરનો બોલ હતો.

“ત્યારે તો, સાહેબ !” શામળે દાખલો ગણી કાઢ્યો, “આ ધંધા-રોજગારથી બાતલ થયેલાં બધાં જીવનના સંગ્રામમાં નાલાયક નીવડેલાં તે જ છે ના ?”

“હાં, શાબાશ ! તમને ચાવી જડી ગઈ,” પ્રોફેસરે ઉલ્લાસ દાખવ્યો, "જુઓને, અમારા ધુરંધર સત્યશોધક શ્રી હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે કે, ‘શિકારને પકડવાની કમતાકાત, એટલે જ આદર્શની સિદ્ધિથી પુરુષાર્થનું વેગળાપણું’. આંહીં આપણા જગતમાં ‘શિકાર’નો અર્થ અલબત્ત ‘ધંધોરોજગાર’ સમજવાનો.”

“ત્યારે તો ધંધારોજગાર જેઓને જડે છે તેઓ બધા જીવવાને લાયક, ખરું ? આ લાખો-કરોડો રળનારા શ્રીમંતો સર્વથી વધુ લાયક, ખરું ?”