પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
72
સત્યની શોધમાં
 કાપ્યું.” શામળે ઉતાવળે ખુલાસો કર્યો.

“ક્યાં બન્યું એ ?”

“સરદારગૃહ હોટેલમાં.”

“પણ તારે ને એને ક્યાંથી પનારાં પડ્યાં ?”

“હું જ એને ત્યાં મૂકવા ગયેલો.”

“તને ક્યાં મળી’તી એ રાંડ ચુડેલ ?”

“‘નંદનવન’માં.”

“‘નંદનવન’માં ? દિત્તુ શેઠને ઘેરે ?” બબલાદાદાએ પોતાના અવાજ વધુ વેગ મૂક્યો.

“હા, એ દિત્તુ શેઠની દોસ્ત હતી, જમવા આવી’તી. શેઠે ધક્કા મારીને કાઢી મૂકી.”

“પણ તને ક્યાંથી ખબર ?”

“હું ત્યાં નોકરી કરતો'તો.”

“ઓ મારા બાપ ! તેં આ બધી વાત ફોજદારને કહી ?”

“ના, મને એણે કશું પૂછ્યું જ નથીને !”

બબલોદાદો પથારીમાંથી એકદમ ઊભો થયો. એણે પહેરેગીરને પોકાર્યો : “સંત્રી! ઓ સંત્રી !”

“શું છે ?” પહેરેગીર પાસે આવ્યો.

“ફોજદારસાબને કહે એક મિનિટ અહીં આવી જાય. જલદી આવે. આ જુવાનની પાસે એકદમ જાણવા જેવી બાતમી છે.”

ફોજદારસાહેબ આવ્યા. બબલો તો એ સહુનો નગદ દોસ્ત – કેમ ન આવે ?

“સાહેબ!” બબલાએ કહ્યું, “આને એમ ને એમ ઠાંસી દીધો, પણ કાંક પૂછોગાછો તો ખરા ! પેલી ખૂનવાળી રાંડ ક્યાંથી આવી’તી ખબર છે ?”

“ના.”

“એ ‘નંદનવન’માંથી. ત્યાં ગઈ’તી ખાવા. આ જુવાન ત્યાં